આ વર્ષે હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

Holi Muhurat 2025: હિંદુ ધર્મમાં હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. આ દરમિયાન કોઈપણ શુભ અને મંગલિક કાર્ય કરવામાં આવતું નથી. પંચાંગ અનુસાર, હોળાષ્ટકની (Holi Muhurat 2025) શરૂઆત હોળીના 8 દિવસ પહેલા થાય છે અને તેનું સમાપન હોલિકા દહન સાથે થાય છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે. આ 8 દિવસના હોય છે. તો 2025માં હોળાષ્ટક ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને હોલિકા દહન ક્યારે છે, આવો જાણીએ…

હોળીનું શુભ મુહર્ત
હોળીનો તહેવાર 13 માર્ચે ઉજવવામાં આવશે. જેમાં પૂર્ણિમાની તિથિ સવારે 10.35 વાગ્યાથી શરૂ થશે. પરંતુ ભદ્રા 10.36 વાગ્યે શરૂ થશે, જે રાત્રે 11.31 વાગ્યા સુધી ચાલશે. જેના કારણે હોળી પર ભદ્રાનો પડછાયો રહેશે. તેથી, હોળી પૂજા અને દહન માટેનો શુભ સમય રાત્રે 11.32 થી 12.37 વાગ્યા સુધીનો છે. આ વખતે હોળી ભદ્રાની છાયામાં રહેશે કારણ કે પૂર્ણિમાની સાથે, ભદ્રા 13 માર્ચે સવારે 10.36 વાગ્યે શરૂ થશે અને રાત્રે 11.31 વાગ્યા સુધી ચાલશે. દરમિયાન, ભદ્રા પૃથ્વી પર રહેતી હોવાથી, ભક્તોએ હોળી પૂજા અને દહનનો વિચાર કરવો જરૂરી છે.

હોલિકા દહનનું ક્યારે છે શુભ મુહૂર્ત?
પંડિત પવનકુમારે જણાવ્યું કે, પૂનમ પર 13 માર્ચે રાત્રે 11:28થી રાત્રે 12:32 સુધી હોલિકા દહન થશે. કારણ કે આ દરમિયાન ભદ્રા સમાપ્ત થઈ જશે. ફાગણની પૂર્ણિમા 13 માર્ચે સવારે 10.36થી 14 માર્ચે બપોરે 12.24 સુધી રહેશે. આ સાથે જ ભદ્રા પણ રાત્રે 11:28 સુધી રહેશે. ભદ્રાના મુખનો સમય રાત્રે 8:14 થી રાત્રે 10:22 સુધી અને ભદ્રાની પૂંછનો સમય સાંજે 6:57 થી રાત્રે 8:14 સુધી રહેશે. તેથી દહન-પૂજન માટે 1 કલાક 4 મિનિટ જ મળશે. 13 માર્ચે સવારે 10:36 પછી ફાગણ શુક્લ પૂર્ણિમાનો આરંભ થશે અને તે 14 માર્ચે બપોર સુધી રહેશે. તેઓ જણાવે છે કે, હોળીનો પર્વ ઉચ્ચના શુક્ર, સિંહના ચંદ્ર અને મીન સંક્રાંતિ 14 માર્ચ પહેલા મનાવવામાં આવશે.

હોલિકા દહનના નિયમો
હોલિકા દહન પહેલા વિધિ પ્રમાણે પૂજા કરો. પહેલા સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી પૂજા કરો. ગંદી કે અશુદ્ધ સ્થિતિમાં હોળિકા દહનની ભૂલ ન કરો.
કોઈપણ પ્રકારનો નશો કર્યા પછી હોલિકાનું દહન ન કરવું. આ ભૂલ તમને અને તમારા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે.

હોલિકાની અગ્નિમાં કોઈ નકારાત્મક વસ્તુ ન નાખવી. માત્ર સૂકા લાકડા અને ગાયના છાણથી બનેલા છાણાથી જ અગ્નિ પ્રગટાવો. ઘણી વખત લોકો લાકડાની તૂટેલી વસ્તુઓ જેમ કે બેડ, સોફા, કપડા વગેરે વસ્તુઓ હોલિકામાં મૂકે છે. આ વસ્તુઓ શનિ, રાહુ અને કેતુ સાથે સંબંધિત છે, જો તમે આ વસ્તુઓને હોલિકાની અગ્નિમાં પ્રગટાવો છો તો આમ કરવાથી તમારે આ ગ્રહોની અશુભ અસરોનો સામનો કરવો પડશે. આ સિવાય હોલિકાની અગ્નિમાં ટાયર, કપડા કે પ્લાસ્ટિકની વસ્તુઓ ન મૂકવી. આવું કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે.

ભૂલથી પણ હોળીકાની અગ્નિમાં પાણીવાળું નારિયેળ ન નાખવું જોઈએ, આમ કરવું ખૂબ જ અશુભ છે. હોલિકામાં અગ્નિમાં સૂકું નારિયેળ અર્પણ કરો. જો એમ કરવાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહ અશુભ પરિણામ આપવા લાગે છે.
હોલિકાની પૂજામાં તે વાનગીઓ પણ અર્પિત કરો, જે હોળીના તહેવાર માટે તૈયાર કરવામાં આવી હોય. ધ્યાનમાં રાખો કે તેઓ માત્ર સાત્વિક હોવી જોઈએ.
હોલિકા દહનના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. તેમજ હોળીના દિવસે પૈસાની લેવડ-દેવડ કરવી નહીં.