વડોદરામાં ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં- લેવાયો આ સૌથી મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થર મારા પછી ગૃહ વિભાગ(Home department) દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો લો એન્ડ ઓર્ડર…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થર મારા પછી ગૃહ વિભાગ(Home department) દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો લો એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર સમશેર સિંઘે નવી પોસ્ટ માટે રજૂઆત કરવામાં આવી હોય તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારે બીજી બાજુ ગૃહ વિભાગના નિર્ણય મુજબ શહેર પોલીસ તંત્રમાં આવે એક નહીં પરંતુ બે એડિશનલ પોલીસ કમિશનર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રામનવમી(Ram Navami)ના દિવસે પથ્થર મારા બાદ વિસ્તારમાં તંગદીલી અને અફરાતફરી મચી ગઇ હતી.

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં પથ્થર મારાની ઘટના વચ્ચે પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા નવી પોસ્ટ માટે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ગૃહ વિભાગ દ્વારા લો એન્ડ ઓર્ડર માટે હવે એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઉભી કરવામાં આવી છે. સાથે જ ગૃહ વિભાગ ટૂંક જ સમયમાં નવા એડિશનલ પોલીસ કમિશનર ની જાહેરાત કરશે.

મહત્વનું છે કે વડોદરામાં રામનવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી તોફાનો મામલે એસઆઇટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એસ આઈ ટી ની ટીમે સીસીટીવી વિડીયોઝ અને ફોટોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પથ્થર મારાની આ ઘટનામાં અત્યાર સુધી 30 જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ ભડકાવ ભાષણ આપનાર અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરીજનક પોસ્ટ મુકનારની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પથ્થર મારાની ઘટના બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેરના ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઇ ની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સીટી પોલીસ મથકના પીઆઇ એસએમ સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ગોરવાના પી આઈ એચ એમ ધાંધલની સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાથે ટ્રાફિક પીઆઇ જે.એમ મકવાણાને ગોરવા પોલીસ સ્ટેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *