રશિયન છોકરી સાથે પરણીને ઘરે પહોચ્યો 19 વર્ષનો છોકરો, જોતા જ મમ્મીએ કર્યા એવા હાલ… જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થતા રહે છે, તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે, જે લોકોને ખૂબ એન્ટરટેઈન કરે છે, પરંતુ કેટલાક વીડિયો એવા…

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થતા રહે છે, તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે, જે લોકોને ખૂબ એન્ટરટેઈન કરે છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે, જે લોકોને ઈમોશનલ કરી દે છે. જેમ કે, આજકાલ ઈન્ટરનેટની દુનિયામાં લગ્નને લગતા વિડીયો જોવા અને પસંદ કરવામાં આવી રહ્યા છે.

આમ તો, ભારતમાં લગ્નને લઈને એક ખાસ રિવાજ છે. રીતિરિવાજ મુજબ ભારતમાં લગ્ન તેમના સમાજમાં જ થાય છે. બદલાતા સમયમાં માતા-પિતા પ્રેમ લગ્નને મંજુરી આપે છે પરંતુ આજે પણ ઘણા પરિવારો એવા છે જ્યાં પ્રેમ લગ્ન પર ચોખ્ખી માનાઈ છે. મોટાભાગના ભારતીય પરિવારોની આ જ કહાની છે.

હાલ વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, એક 19 વર્ષનો છોકરો એક રશિયન છોકરીને દુલ્હન તરીકે પોતાના ઘરે લઈ જાય છે અને પછી જે થાય છે, એ ખુબ જ ચોંકાવનારૂ છે. દીકરાને રશિયન યુવતી સાથે જોઈ માતા ચોંકી ઉઠી હતી અને ગુસ્સે ભરાઈ હતી. હાલ આ વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં યુટ્યુબર અનમોલ વર્મા તેની બહેન ઈવા અને રશિયન યુવતી અલોના સાથે જોવા મળી રહ્યો છે. અનમોલે ઘરે કેમેરા સેટઅપ પણ કરાવ્યું, જેથી તે આ બધું રેકોર્ડ કરી શકે. આ દરમિયાન અનમોલે અલોનાને ફૂલની માળા પહેરાવી હતી, સાથે જ અલોનાની માંગમાં સિંદૂર પણ ભરેલું હતું. અનમોલે પોતે પણ માળા પહેરેલી હતી. અનમોલે કહ્યું કે તે ઈચ્છે છે કે તેની માતા આ ‘બનાવટી લગ્ન’ને વાસ્તવિક તરીકે જુએ.

આ પછી અનમોલ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની માતાને કહ્યું – હું લગ્ન કરીને આવ્યો છું, અલોના હવે અહીં જ રહેશે. તે તેની બેગ પણ લઈને આવી છે. આ સાંભળીને તેની માતાએ કહ્યું – તું પાગલ તો નથી થઈ ગયો ને? તમે તો પહેલા અંદર આવો… ને આ કેમેરા બંધ કરો.

પોતાની નજર સામે દીકરાને રશિયન છોકરી સાથે જોઈને અનમોલની માતા ચોંકી ગઈ હતી. તેમણે કહ્યું કે ઘરની અંદર આવો અને વાત કરો, તમાશો કરવાની જરૂર નથી. જ્યારે અનમોલની માતાને કંઈ સમજાયું નહીં ત્યારે તેણે ઈવાને પૂછ્યું કે શું આ પ્રેંક તો નથી ને… પણ, આના પર અનમોલે ઈવાને કહ્યું- ‘જા મારું કોર્ટ મેરેજ સર્ટિફિકેટ લઈ આવ.’

અનમોલ અહીં જ ન અટક્યો, તેણે તેની માતાને કહ્યું કે, તે લગ્નના તમામ સર્ટીફીકેટ બતાવી શકે છે. પરંતુ, અનમોલની માતાને શરૂઆતથી જ આશંકા હતી કે આ બધું તેના પ્રૅન્ક વીડિયોનો એક ભાગ છે. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું- હું તમારી આ વાતમાં આવવાની નથી. તે જ સમયે, અનમોલની બહને ઈવા સતત કહેતી હતી કે બંનેના લગ્ન થઈ ગયા છે. તેણે સાક્ષી તરીકે લગ્નના પ્રમાણપત્ર પર સહી કરી છે.

અનમોલથી નારાજ થયા પછી, તેની માતાએ અલોનાને સમજાવ્યું અને કહ્યું – તે તને પણ મુર્ખ બનાવી રહ્યો છે અને મને પણ… લગ્ન આ રીતે થતા નથી.’ ત્યારબાદ અનમોલની માતાને આ બધુ સાચું લાગવા લાગે છે અને તેના પુત્રને ઠપકો આપે છે અને એમ પણ કહે છે કે, તું હજુ તારું કામ નથી કરી શકતો, તો આ જવાબદારી કેવી રીતે નિભાવશે? તેણે અલોનાને પણ પૂછ્યું કે ‘તેં આ લગ્ન વિશે તમારા માતા-પિતાને એકવાર પણ પૂછ્યું છે?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *