આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમો અંગે ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય- જાણો જલ્દી…

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, હવેથી રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમમાં કડક પોલીસ બંદોબસ્ત રહેશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અવારનવાર આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દરમિયાન નેતાઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને આ મહત્વનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, બે દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ સહિતના નેતાઓ પર ગંભીર રીતે હુમલો થયો હતો. આ હુમલા થયાના ૪૮ કલાક બાદ ગૃહ વિભાગે આમ આદમી પાર્ટીને સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત આપવાની ખાતરી આપી છે.

જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આમ આદમી પાર્ટી ના કાફલા પર થયેલા હુમલા બાદ આખી રાત હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી સહિતના તમામ નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમીન પર સૂઈ રાતવાસો કર્યો હતો.

આમ આદમી પાર્ટીના નેતાએ ચીમકી ઉચારી હતી કે, ન્યાય નહીં મળે તો દિલ્હી થી અરવિંદ કેજરીવાલ પણ આવશે એવી ચીમકી ઉચ્ચારતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે હવે રાજ્યના ગૃહવિભાગે આમ આદમી પાર્ટીની સુરક્ષાને લઇને મોટો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના જ્યાં સ્થળે અથવા જ્યાં ગામડે કાર્યક્રમ હશે ત્યાં સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત પૂરું પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *