અમિત શાહ કર્યો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો શુભારંભ- પ્રમુખસ્વામીને અંજલિ અપર્ણ કરતા જાણો શું કહ્યું?

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: 14 ડીસેમ્બરના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સંપન્ન થયેલાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ પ્રમુખસ્વામી મહારાજ નગર આજથી અનેકવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાર્યક્રમોથી ધબકતું થયું. પ્રમુખસ્વામી નગરનાં દર્શન માટે અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી રહી  છે. સ્વયંસેવકોના અદ્ભુત શિસ્ત અને સમર્પણથી સમગ્ર નગર ઉત્કૃષ્ટ વ્યવસ્થાના આદર્શ સમું બની જવા પામ્યું છે.

મહત્વનું છે કે, પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહ્ને જુદા જુદા મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા પ્રોફેશનલ એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર ચાલશે.

ગઈકાલે મહોત્સવના પહેલા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવા અનેક ઓદ્યોગિક ગૃહોના વડા પ્રમુખસ્વામી નગરનાં દર્શનાર્થે આવી પહોચ્યા હતા. તેઓ હર્ષભેર ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન માનવમાત્રના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું છે. પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ BAPS સ્વામિનારાયણ સંસ્થા માનવ ઉત્કર્ષનું વૈશ્વિક આંદોલન બની ચૂકી છે.

ગૃહમંત્રી અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય જીવન ને કાર્યને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, અહિયાં શાંતિ અને દિવ્યતાનો તો અનુભવ થાય જ છે, પરંતુ એની સાથે સાથે લાખો લોકો જે પ્રમુખસ્વામી નગરની મુલાકાત લેશે એના જીવનની અંદર પ્રમુખસ્વામી મહારાજનો સંદેશ આપના વેદો, ઉપનીષદો અનેક સંસ્કૃતિની બોધ કથાઓને ખુબ સુંદર રીતે કશું બોલ્યા વગર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એટલી સુંદર રીતે અહિયાં વણીને મુકવામાં આવેલ છે.

વધુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મારા જીવનના અનેક ઉતાર ચડાવમાં સૌથી પહેલા જો કોઈનો ફોન આવ્યા  હોય તો તે પ્રમુખસ્વામી મહારાજના હતા. માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંગમ છે. વેદો ઉપનિષદોના જટિલ જ્ઞાનને અને ભગવાન સ્વામિનારાયણની આ જ્ઞાન પરંપરાને, સરળ રૂપે, સમગ્ર સંસારને આપવાનું અને કરોડો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સૌથી ઉત્તમ રીતે કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું.

જો વાત કરવામાં આવે તો વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક  વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *