ગૃહપ્રધાન હર્ષ સંઘવીની જાહેરાત: સત્ય ઘટના પર બનેલી ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં કરમુક્ત કરાઈ

The Sabarmati Report Movie: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ (The Sabarmati Report Movie) નિહાળીને પ્રશંસા કરીને ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી છે.

CM પટેલે નિહાળી ‘ધ સાબરમતી રિપોર્ટ’ :
ગુજરાતના ગોધરામાં વર્ષ 2002 ની સાબરમતી એક્સપ્રેસની ઘટના પર આધારિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ થયા પહેલાથી ચર્ચામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નીહાળવા અમદાવાદના સિટી ગોલ્ડ સિનેમા ખાતે પહોંચ્યા હતાફિલ્મ પ્રમોશન અને નિહાળવા આવેલા અભિનેતા જિતેન્દ્ર કપૂરે જણાવ્યું હતું કે, હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે. જે વાત લોકો સુધી પહોંચવી જોઇએ તેના માટે આ ફિલ્મ છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ.

ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ ફિલ્મ
આ ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ ફિલ્મને કર મુક્ત જાહેર કરવામાં આવી છે.

2002 સાબરમતી એક્સપ્રેસ ઘટના પર આધારિત
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.

આમ તો દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે. હવે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફી બની છે.