ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત શહેર માટે પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ જવાનો માટે ડાઉનીગ હોલ તથા પોલીસ કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંધવી તથા અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ પરિવારને સારી અને સસ્તા ભાવે ઘરની તમામ ચીજવસ્તુઓ મળી રહે તે માટે સુરત પોલીસ અને ખાનગી સંસ્થાના સહયોગથી મીની મોલની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી પોલીસ પરિવારો સસ્તા ભાવે ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જયારે પોલીસ જવાનો સારૂ અને પૌષ્ટિક ભોજન જમી શકે તે માટે કેન્ટીંગ બનાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ સ્થાનિક પોલીસ તથા બહારથી બંદોબસ્ત માટે આવતી પોલીસ ફોર્સ કરી શકશે.
ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત શહેરમાં રૂા.૮૦ લાખના ખર્ચે પાંડેસરા જી.આઈ.ડી.સી.ના સહયોગથી આધુનિકરણ થયેલા પાંડેસરા પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ શહેરના ચાર પોલીસ સહાયતા કેન્દ્રોની તકિતઓનું પણ અનાવરણ કર્યુ હતું. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે શહેરના પાંચ પોલીસ સ્ટેશનના સહાયતા કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું.
ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી વિકાસને ધ્યાને રાખી આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મજુર કરવામાં આવ્યા છે. જેમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પો.સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. નવા પોલીસ સ્ટેશનો મળવાથી પોલીસ સ્ટેશનો પરના ભારણમાં ઘટાડો થશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી રીતે થઈ શકશે. શહેરના મહેકમમાં વધારો કરીને નવા ૧૯૫૬ જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓના મહેકમમાં વધારો કર્યો છે.
સુરત પોલીસ કમિશનરશ્રીની કચેરી ખાતે મંત્રીશ્રીએ શહેર પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને મોમેન્ટો તથા સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ઉત્તમ કામગીરી કરવા બદલ ક્રાઈમ બ્રાંચની ટીમને રૂા.એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
શહેરમાં પાંચ પી.સી.આર.વાનના કર્મચારીઓએ સમયસુચકતા વાપરીને પ્રશંસનીય કામગીરી કરીને લોકોને આત્મહત્યા કરતા રોકીને જીવ બચાવવાનું કાર્ય કરવા બદલ અડાજણ પો.સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી એમ.વી.ચૌધરી, ખટોરા પો.સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ, પુણાના હેડ કો.સુમિત્રાબેન જયદેવભાઈને સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત ક્રિકેટ રસ્સાખેંચ, વોલીબોલ, હેડબોલ જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એ.સી.પી.ડી.જે.ચાવડા, એલ.આર. સુરેન્દ્ર વસાવા, મહેશ જોગરાણા, એમ.કે.રબારી, વિજયભાઈ જાદવ, નીલમબેન મિશ્રા, ભુમિબેન તલસાણીયા તથા અન્ય પોલીસ જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.