પહેલા દીકરાની ચિતા સળગી અને પછી માતાએ ત્યાં જ… -માતા અને દીકરાનો આવો સબંધ તમે ક્યાય નહિ જોયો હોય

કહેવાય છે કે, “માં તે માં, બીજા બધા વગડાના વા” આ કહેવતને યથાર્થ રૂપે સાર્થક કરતી એક ઘટના મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા (Banaskantha)માંથી સામે આવી છે. એક માતા તેના મૃતક દીકરાને જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં દરરોજ લાડકવાયાને જાણે બાથ ભીડીને વહાલ કરતા હોય તેવી રીતે ઊંઘી જાય છે અને પોતાના પુત્રની યાદમાં વિલાપ કરે છે.

ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામે માતૃપ્રેમની કરુણ ઘટના સામે આવી આવી છે. મંગુબેન ચૌહાણ તેના મૃત પુત્રને યાદ કરીને દરરોજ કંઈક એવું કરે છે જેનાંથી દ્રશ્યો જોનાર લોકોની આંખો છલકાઈ જાય છે. મંગુબેન ચૌહાણના પતિ શંકરભાઇનું દસ વર્ષ અગાઉ અકસ્માતમાં નિધન થઇ ગયું હતું. તેમની બે પુત્રીઓ, બે પુત્રો પૈકી દીકરીઓ અને એક દીકરાના લગ્ન થઇ ગયાં છે. માતાને સૌથી નાનો પુત્ર મહેશ ખૂબ લાડકવાયો હતો. મહેશ હમેશા માતાની નજીક જ રહેતો હતો. માતાની ખૂબ જ સારસંભાળ રાખતો હતો.

મળતી માહિતી અનુસાર, લગભગ એકાદ મહિના પહેલા જ મહેશનું કોઈ પણ કારણે નિધન થયું. રેલવે ટ્રેક નજીકથી તેનો મૃતદેહ મળ્યો હતો. લાડકવાયા દીકરાનો મૃતદેહ જોઈને માતા ભાંગી પડ્યા હતા. રડતી આંખે મહેશના આંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, આજની તારીખે પણ માતા તેના લડકવાયાને ભૂલી શક્યા નથી.

મંગુબેન ચૌહાણ લાડકવાયા દીકરા મહેશનો જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જગ્યાએ જઈને આજે પણ એક લાકડાને ભેટીને રાખ પર જ ઊંઘી જાય છે. જાણે કે દીકરાને બાથમાં લીધો હોય તે રીતે મંગુબેન અંતિમ સંસ્કાર સ્થળે જઈને ઊંઘી જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે અવારનવાર આવું બને છે. ગામલોકોને જ્યારે ખબર પડે છે ત્યારે તેઓ મંગુબેનને પરત ઘરે લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *