રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનારા સ્થાનિકો અને હોમગાર્ડ જવાન વચ્ચે થઇ મારામારી

રાજકોટ(ગુજરાત): ગઇકાલે રાત્રિના સમયે રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર રાત્રિ કર્ફ્યૂનો ભંગ કરનારા સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાન વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે સ્થાનિકના પરિવારજનો આવી પહોંચતા બન્ને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો હતો કે તેમના વચ્ચે હાથાપાય થવા લાગી હતી. જોકે આ પછી પોલીસને બોલાવી લેવામાં આવી હતી અને પોલીસે આવીને 4 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગય રાત્રિના સમયે રાત્રિ કર્ફ્યુનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા વ્યક્તિને હોમગાર્ડ દ્વારા અટકાવામાં આવ્યા હતા. ત્યારે તેને પરિવારજનો સાથે મળી હોમગાર્ડ પર હુમલો કરવા લાગ્યા હતા. જોકે આ પછી દુર્ગાશકિત ટીમના કોન્સ્ટેબલ આવી જતા તેમણે મારામારી અટકાવીને 4 ની ધડપકડ કરી હતી.

હોમગાર્ડ સોૈરવ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી નોકરી રાતના 10થી સવારના 6 સુધીની છે. તે સમયે કર્ફયુ હોવાથી જાહેર જનતાને અવર-જવર કરવા પર પ્રતિબંધ હોઇ છે. રાતે સાડા દસ વાગ્યની આસપાસ એક વ્યક્તિ બાઇક લઇને નીકળ્યો હતો ત્યારે તેને અટકાવીને કર્ફયુમાં નીકળવાનું કારણ પુછતાં યુવક ત્યાંથી ભાગવા લાગ્યો હતો. તેને ઉભા રહેવાનું કહેવા છતાં તે ઉભો રહ્યો ન હતો. તેથી અમે તેને પકડવા માટે તેની પાછળ ગયા હતા. તે ગંગોત્રી પાર્ક મેઇન રોડ તરફ ભાગ્યો હતો. તેણે રસ્તામાં ફોન કરી પોતાના સગાને પોતે જે રસ્તેથી આવી રહ્યાની જાણ અને તેની પાછળ પોલીસ હોવાની પણ જાણ કરી દીધી હશે. પોલીસે એ વ્યક્તિએ શિલ્પન ઓનેક્ષ બીલ્ડીંગ પાસે પકડી લીધો હતો અને તેનું નામ પુછતાં તેણે પોતાનું સાગર મનજીભાઇ રાઠોડ જણાવ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્યાં સાગરના પરિવારજનો આવી ગયા હતાં અને ઝઘડો કરવા માંડ્યા હતાં. મેં તેઓને કહ્યું હતું કે, કર્ફયુ ભંગ કર્યો હોઇ તો કાર્યવાહી બાદ તેને જવા દેવામાં આવશે. કાર્યવાહી માટે તેને પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેમ કહેતાં સાગર અને તેના પરિવારજનો ઉશ્કેરાઇ ગયા હતાં.

એ દરમિયાન દુર્ગાશકિત ટીમના કોન્સ. મોનાબેન અને શિલ્પાબેન આવી જતાં સાગર અને તેના કુટુંબીજનોને પકડી લીધા હતાં અને મને છોડાવ્યો હતો. મારી સાથે માથાકુટ કરનારાઓમાં સાગર સાથે તેના પિતા મનજીભાઇ, તેના સસરા મનસુખભાઇ અને પત્નિ જાસ્મીન હતાં. પોલીસે યુવાન સહિત 4 લોકોની ધરપકડ કરી તેની સામે IPC કલમ 188, 186, 332, 504 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *