દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જાણીતા છે. એક તો હરવા ફરવામાં અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે સ્વાદ આપણને દુકાન માંથી ખરીદેલ વસ્તુમાં મળે છે તે વસ્તુ આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે આપણે બહાર જેવી જ કેળાની વેફર ઘરે બનાવાના છીએ.
કાચા કેળાની વેફર બનાવવાની સામગ્રી:
અડધો ડઝન કાચા કેળા
સ્વાદ અનુસાર મીઠુ
સ્વાદ અનુસાર સંચળ
તળવા માટે તેલ અથવા ઘી
અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
અડધી નાની ચમચી કાળામરીનો પાવડર
કાચા કેળાની વેફર બનાવવાની સરળ રીત:
સો પ્રથમ બધા જ કેળાની છાલ ઉતારી લેવી. ત્યારબાદ એક બાઉલમાં ઘી અથવા તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં કાચા કેળાની પડેલી ચિપ્સ ઉમેરો. આ ચિપ્સ થોડી લાલ જેવી થાય ત્યારે સુધી ચિપ્સને તળતા રહો. ચિપ્સ તળાય ગયા બાદ તેની ઉપર કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ અને થોડું સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યાર બાદ આ કાચા કેળાની વેફર ખાવા માટે એકદમ તૈયાર છે. આ વેફરને તમે તમારા સવારના નાસ્તામાં લઇ શકો છો. તેમજ તમારા લંચ બોક્ષમાં પણ લઇ જઇ શકો છો. આ ચિપ્સ તમને બિલકુલ બહાર મળતી વેફર જેવી જ લાગે છે. આ વેફર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.