હોન્ડા કાર ઈન્ડિયાએ આજે ગુરુવારે ભારતીય બજારમાં નવી હોન્ડા સિટી હાઈબ્રિડ કાર રજૂ કરી છે. આ હાઇબ્રિડ કારમાં ઘણી સુવિધાઓ છે. કંપનીનો દાવો છે કે, આ કાર 26.5 kmplની માઈલેજ આપવામાં સક્ષમ છે. જો આ દાવો સાચો સાબિત થાય તો હોન્ડા સિટી હાઇબ્રિડ eHEV ભારતીય બજારમાં આવી શકે છે.
જો માઈલેજ પર નજર કરીએ તો હોન્ડાની આ નવી કાર મારુતિની સેલેરિયોની સ્પર્ધા છે. મારુતિ સુઝુકી અનુસાર, સેલેરિયો 26.68 kmplની માઈલેજ આપે છે. જોકે, દેખાવ અને કદના સંદર્ભમાં આ નવી હોન્ડા કારની સામે સેલેરિયો ક્યાંય ટકી નથી. મારુતિની સેલેરિયો ઘણી નાની કાર છે જ્યારે હોન્ડા સિટીની નવી હાઇબ્રિડ કાર દેખાવમાં પણ શાનદાર અને કદમાં મોટી છે.
માઈલેજની દ્રષ્ટિએ આ કાર કેટલી શાનદાર છે, તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે કેટલાક ટુ-વ્હીલર તેની આસપાસ માઈલેજ આપવામાં સક્ષમ છે. ઉદાહરણ તરીકે, રોયલ એનફિલ્ડનું ઇન્ટરસેપ્ટર 650 26 kmplની માઇલેજ ધરાવે છે. હોન્ડાની આ નવી હાઇબ્રિડ કાર માઇલેજની બાબતમાં રૂ. 2.85 લાખના Royal Enfield Interceptor 650 સાથે પણ સ્પર્ધા કરે છે. આ રીતે, આ કાર તમને બાઇકના માઇલેજમાં ફોર વ્હીલરની મજા આપી શકે છે.
હોન્ડા કાર ઈન્ડિયાએ જણાવ્યું કે, આ કાર ભારતીય બજારમાં મે મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જોકે, કંપનીએ તેનું બુકિંગ આજથી 14 એપ્રિલથી શરૂ કરી દીધું છે. 21 હજાર રૂપિયામાં કંપનીની કોઈપણ ડીલરશિપથી તેને બુક કરાવી શકાય છે. આ સિવાય ગ્રાહકો 5,000 રૂપિયામાં Honda Cars Indiaની વેબસાઈટ પર ‘Honda From Home’ પ્લેટફોર્મ દ્વારા ઘરેથી ઓનલાઈન કાર બુક કરાવી શકે છે. કંપની ભારતમાં પ્રથમ વખત એડવાન્સ્ડ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ન્યુ સિટી e:HEVનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ કારનું ઉત્પાદન રાજસ્થાનના તાપુકારામાં સ્થિત કંપનીની અત્યાધુનિક ફેક્ટરીમાં કરવામાં આવશે.
આ કારની ખાસ વાત એ છે કે, પેટ્રોલ સેડાનની સાથે તેમાં ઈલેક્ટ્રિક કારના ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ કાર ત્રણ મોડ પ્યોર ઇલેક્ટ્રિક, પ્યોર પેટ્રોલ અને ઇલેક્ટ્રિક પ્લસ પેટ્રોલમાં ચાલી શકશે. સેફ્ટીની વાત કરીએ તો કંપનીએ આ કારમાં 6 એરબેગ્સ આપી છે. આ સિવાય હોન્ડા લેન-વોચ, મલ્ટી-એંગલ રિયર વ્યૂ કેમેરા, ડિફ્લેશન વોર્નિંગ સાથે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એજિલ હેન્ડલિંગ આસિસ્ટ સાથે વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા સેફ્ટી ફીચર્સ પણ નવા હોન્ડા સિટી હાઇબ્રિડમાં આપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.