Honda New Scooter: Honda Motorcycle and Scooter India એક નવા મોડલ સાથે આવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેની નવી પ્રોડક્ટ માટે પેટન્ટ પણ નોંધાવી છે. હોન્ડાએ નવી ડિઝાઇન સાથે NX125 તૈયાર કરી છે. NX125ને સૌપ્રથમ (Honda New Scooter) વર્ષ 2020માં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
હોન્ડા NX125
Honda NX125 એક સ્પોર્ટી સ્કૂટર છે, જેમાં Grazia ટુ-વ્હીલર જેવી જ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં ગ્રાઝિયા બજારમાં ઉપલબ્ધ નથી. જો હોન્ડાના આ નવા મોડલને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવે છે, તો તે TVS Ntorq 125ને ટક્કર આપશે. તેની સાથે તે Suzuki Avenis, Yamaha Ray ZR 125 અને Aprilia SR 125ની હરીફ પણ બની શકે છે.
હોન્ડાના નવા સ્કૂટરની ડિઝાઇન
આ નવા હોન્ડા સ્કૂટરના આગળના ભાગમાં આધુનિક ડ્યુઅલ-પોડ LED હેડલેમ્પ લગાવવામાં આવ્યા છે, જે સૂચક તરીકે પણ કામ કરે છે. આ સાથે ડ્યુઅલ ટોનવાળા આ સ્કૂટરમાં હેન્ડલ બાર કાઉલ, ઈન્ટિરિયર પેનલ્સ અને ટેલ સેક્શન લગાવવામાં આવ્યા છે. તમે આ સ્કૂટરના સમગ્ર આકારમાં શાર્પ એંગલ જોઈ શકો છો.
Honda NX125ના ફીચર્સ
હોન્ડાએ આ નવા સ્કૂટરને અનેક ફીચર્સ સાથે અપડેટ કર્યું છે. આ સ્કૂટરમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર લગાવવામાં આવ્યું છે. તેની સાથે આગળના ભાગમાં બે નાના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં અંડરસીટ સ્ટોરેજ પણ છે. આ નવા ટુ-વ્હીલરમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ પણ લગાવવામાં આવ્યું છે. આ સ્કૂટરની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 6 લિટર છે.
હોન્ડા એક્ટિવા
હોન્ડા પાસે ભારતીય બજારમાં માત્ર એક જ સ્કૂટર છે – એક્ટિવા 125. એક્ટિવા 125 સીસીનું સ્કૂટર છે. કંપનીએ ભારતીય બજારમાં Grazia પણ લોન્ચ કરી હતી. પરંતુ આ સ્કૂટરના ઓછા વેચાણને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. એક્ટિવા દેશમાં સૌથી વધુ વેચાતા સ્કૂટરમાંથી એક છે. જો આ નવું મોડલ ભારતમાં આવે છે તો લોકોને કેટલું પસંદ આવે છે તે જોવું રહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App