‘જાનું હું ઘરે એકલી છું’ ફોન કરીને હનીટ્રેપની માસ્ટર માઈન્ડ બબલીએ કરી નાખ્યો જાનેમનનો તોડ, સમાજની આંખ ઉઘાડતો કિસ્સો

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં હનીટ્રેપ(Honeytrap)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લીંબડી(Limbdi)ના ખંભલાવ(Khambhalav)માં રહેતા ૩૭ વર્ષના ભરતભાઈ સવજીભાઈ કાલીયા પાસેથી બે મહિલા સહિત 6 સભ્યોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી 91 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ માટે મિત્રની પત્ની નિકિતા ઉર્ફે પૂજાએ તેને ફોન કરીને કહ્યું હતું કે, ‘મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ ન હોય તો તમે આવજો!’ સમગ્ર મામલા અંગે એરપોર્ટ પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી મુજબ ફરિયાદી ભરત કાલિયાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે ખંભલાવ ગામની એક પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેણીએ ત્રણ વર્ષ પહેલા રાજકોટના સંદીપ ગોપિયાણી સાથે મિત્રતા કરી હતી કારણ કે તે તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં કામ કરતો હતો. ગઈ 17મીએ બપોરે તે તેના મિત્ર શકિત સાથે કાર લેવા સુરેન્દ્રનગરના શોરૂમમાં ગયો હતો.

ત્યારે તેના મિત્ર સંદીપની પત્ની પૂજાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારા પતિ સંદીપ આજે જામનગર ગયા છે. રાત્રે પાછા આવવાના નથી. તમે મારા ઘરે એકલા આવી જાવ. પોતે રાજકોટ જોયું ન હોવાથી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યા બાદ ફોન કરશે તેમ જણાવ્યું હતું. બાદમાં રાત્રે, તેણે પોતાની અલ્ટો કાર ગ્રીનલેન્ડ ચોકડી તરફ પહોચ્યો હતો. બાદમાં તેણે નિકિતા ઉર્ફે પૂજાને ફોન કર્યો અને જાનકી નામની યુવતી તેની સાથે આવી હતી.

બંને યુવતી તેની કારમાં બેસી ગઈ હતી. તેઓ ચોટીલાની એક હોટલમાં રાત્રિ રોકાણ કરવાનું નક્કી કરીને નીકળી ગયા હતા. રસ્તામાં નિકિતા ઉર્ફે પૂજાએ તેને વોશરૂમમાં જઈને અવાવરૂ જગ્યામાં કાર પાર્ક કરવાનું કહેતા તેણે બેટીના બ્રિજ પાસેના પેટ્રોલ પંપ પાસે કાર પાર્ક કરી હતી. દરમિયાન નિકિતા ઉર્ફે પૂજા કારમાંથી નીચે ઉતરી હતી. તેને કારમાંથી નીચે ઉતરવાનું પણ કહેવામાં આવ્યું હતું. બાદમાં તેઓ કંઈ સમજે તે પહેલા રાજકોટ તરફથી એક કાર આવીને તેમની કાર આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ત્રણ લોકો નીચે ઉતર્યા હતા.

જોવામાં આવે તો એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું કહીને તેને કયાં લઈ જાય છે કહીને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા. તમાચા ઝીંકનારે પોતાનું નામ રાહુલ નિમાવત હોવાનું પણ જણાવ્યું હતું. તેણે જણાવતા કહ્યું કે, તેની સાથે આવેલા બે શખ્સો પોલીસ છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવતા કહ્યું છે કે, જાે આ બધુ પુરૂ કરવું હોય તો 1.50 લાખ રૂપિયા આપવા પડશે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *