મુંબઈ: મુંબઈ(Mumbai)ના લોઅર પરેલ વિસ્તાર(Lower Parel area)માં થોડા સમય માટે શ્વાસ રોકાવનારી ઘટના સીસીટીવી કેમેરા(CCTV cameras)માં કેદ થઈ છે. અહીં કારચાલકની એક ભૂલને કારણે બે બાઇક રસ્તા પર ટકરાઇ હતી. આમાં એક બાઇક સવારનું મૃત્યુ(Death of a bike rider) થયું છે અને બીજો જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે. જેનો વીડિયો(Video) સામે આવ્યો છે, તેમાં યુ-ટર્ન લેતા કાર સવારની ભૂલ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, 29 સપ્ટેમ્બરની રાત્રે આ અકસ્માત લોઅર પરેલમાં ફોનિક્સ મિલ મોલની સામે મુખ્ય રસ્તા પર થયો હતો. અહીં દાદરની દિશામાંથી જતી એક કાર અચાનક યુ ટર્ન લેવા લાગી હતી. આ દરમિયાન સામેથી આવતી મોટરસાઈકલ આ કારને બચાવવાના પ્રયાસમાં રસ્તાની બીજી બાજુ જાય છે, જેના કારણે આ મોટરસાઈકલ બીજી બાજુથી આવતા બાઇક સાથે અથડાઈ હતી.
મોતનો લાઇવ વિડીયો: સડક પર કારે અચાનક યુ-ટર્ન લેતા સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત, બે ઘાયલ #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/o1KDFEZOxY
— Trishul News (@TrishulNews) October 1, 2021
પરેલ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં ભાવેશ અરુણ સંઘવી અને કૃષ્ણ અશોક કુરાડકર ઘાયલ થયા હતા. ભાવેશ મુંબઈના ઘાટકોપર અને કૃષ્ણા ચેમ્બુર વિસ્તારનો રહેવાસી હતો. બંનેને સ્થાનિક લોકો મુંબઈની નાયર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે એકને મૃત જાહેર કર્યા હતા. બીજાની હાલત પણ નાજુક છે. આ અકસ્માતમાં, મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં અન્ય બાઇક પર જતા હૃદયદ્રાવક અકસ્માત થયો છે. એક કાર ચાલકે ખોટો યુ-ટર્ન લીધો હતો, જેના કારણે 1 બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર 25 વર્ષનો ભાવેશ અરુણ સંઘવી ઘાટકોપરનો રહેવાસી હતો અને 26 વર્ષનો કૃષ્ણ અશોક કુરાડકર ચેમ્બુરનો રહેવાસી હતો. અકસ્માત પછી બંને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ એકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, બીજી બાઇકના સવાર અશફાક મુલ્તાને સામાન્ય ઇજાઓ થઇ છે, તેને સાયન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
એન.એમ.જોશી માર્ગ પોલીસે આ કેસમાં સીસીટીવીના આધારે આઈપીસીની કલમ 279, 337, 304 એ અને બોમ્બે મોટર એક્ટ 184,134 હેઠળ કેસ નોંધ્યો છે અને કાર ચલાવતા આરોપીઓની શોધખોળ ચાલુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.