ઘોર કળિયુગ: નવ વર્ષની છોકરી થઈ ગર્ભવતી, બેબી બમ્પ થતો વીડિયો વાયરલ

Child Pregnency Viral News: એક તરફ દુનિયાના ઘણા દેશો બાળ લગ્ન વિરુદ્ધ કડક કાયદાઓ લાગુ કરી રહ્યા છે અને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરી રહ્યા છે. એવામાં ઇરાકથી લગ્ન (Child Pregnency Viral News) કાયદાને લઈને ફેરફાર ની જે ખબર સામે આવી છે તે ખૂબ ચિંતાજનક છે. આખી દુનિયામાં ઇરાકની હાલોચના થઈ રહી છે.

ખબરો મળી રહી છે કે ઇરાક સરકાર દ્વારા લગ્ન કાયદામાં જે ફેરફારો થનારા છે તે અંતર્ગત છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી ઘટાડીને નવ વર્ષ કરવામાં આવશે. હા ફેરફાર બાદ પુરુષોને છોકરીઓ સાથે લગ્ન કરવાની પરવાનગી મળી જશે.

સોશિયલ મીડિયા પર ઇરાકના આ વિચિત્ર નિર્ણયનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનું ઉલંઘન છે. આ કાયદાથી સમાજમાં અસમાનતા અને બાળકોના શોષણને પ્રોત્સાહન આપનારો નિર્ણય છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક નવ વર્ષની બાળકીનો વિડીયો વાયરલ થયો છે. જે માટે પરિણીત અને ગર્ભવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માઈક્રો બ્લોગિંગ સાઇટ એક્સ પર યુઝરે આ વીડિયોને શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે નવ વર્ષની આ મુસ્લિમ બાળકી ઈરાકની છે. જેની રમવા કૂદવાની ઉંમરમાં તેના લગ્ન કરાવવામાં આવ્યા છે.

અને હાલ તે પ્રેગનેટ છે. એક્સ હેન્ડલ પર આ વિડીયો નાઝનીન અખ્તર નામની યુઝરે લખ્યું કે આ નવ વર્ષની ઝાહિરા હામીલા છે જે બગદાદની રહેવાસી છે. ઝાહિરા 9 વર્ષની છે અને તેના ગર્ભમાં 54 વર્ષના ખુશમુદ્દીનનું બાળક છે. આ વીડિયો ક્લિપ ને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા જેનાથી ઇરાકની કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. જોકે ત્રિશૂલ ન્યુઝ આ વીડિયોની પ્રમાણિકતાની પુષ્ટિ નથી કરતું.