ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 3 કિલોમીટર સુધી સંભળાયા અવાજ, લાશોને પોટલામાં બાંધવી પડી

UP Factory Blast: ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં શુક્રવારે દુ:ખદાયક ઘટના ઘટી હતી. કિલા પોલીસ સ્ટેશન વિસ્તારના બાકરગંજમાં શુક્રવારે સવારે માંજો બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટ (UP Factory Blast) થયો હતો. આ ફેક્ટરીના માલિક અને બે કારીગરોના ચીથાડા ઉડી ગયા હતા. પતંગ ચગાવવા માટે મજબૂત માંજો બનાવવા માટે ગંધક, પોટાશ અને લોખંડના ભુકાનું મિશ્રણ તૈયાર કરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.

મળતી જાણકારી અનુસાર અતિક નું ઘર 3 માળનું હતું. ઘરની બહાર ગલીમાં નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા હતા. પહેલા માળે અતિક એક રૂમમાં માંજો અને કાચા માલનો સ્ટોક રાખતો હતો. પ્લોટમાં માંજો બનાવવામાં આવતો હતો.

બ્લાસ્ટમાં સરતાજના શરીરનો નીચેનો ભાગ થયો અલગ
માંજો બનાવતા પહેલા આંગણામાં જ કાચો માલ તૈયાર કરવામાં આવતો હતો. જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાંથી અતિક અને ફૈઝાનની લાશ15 થી 20 ફૂટ સુધી વિખરાયેલી પડી હતી. પોસ્ટમોર્ટમ માટે તેમને પોટલામાં બાંધવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં સરતાજનો નીચેનો ભાગ અને હાથ અલગ થઈ ગયા હતા. અતિકના ઘરની બારીઓ પણ તૂટી ગઈ હતી.

આંગણા પાસે જ એક રૂમમાં અતિકએ ઓફિસ બનાવી હતી. ત્યાં દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. એક રૂમમાં માંજો અને કાચો માલનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. જેને પોલીસે જપ્ત કરી લીધો છે. હવે પોલીસ જપ્ત કરવામાં આવેલ માલની તપાસ કરશે.

મિશ્રણમાં ગંધક અને ફોટાની માત્રા વધારે હતી
પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ મિશ્રણમાં ગંધક અને પોટાશની વધારે પડતી માત્રાને લીધે આ બ્લાસ્ટ થયો હતો. શુક્રવારની મોડી રાત સુધી આ મામલે કેસ નોંધાયો ન હતો. પોલીસે સીસીટીવી કેમેરા અને ડીવીઆર જપ્ત કર્યા છે. સમગ્ર તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવશે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળેથી નમૂનાઓ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ બ્લાસ્ટનું અસલી કારણ સામે આવશે. બાકરગંજ માં રહેતા અતિક રજા ખાન માંઝા બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો.

ત્યાં મહોલ્લામાં જ રહેતા ફૈઝાન અને સરતાજ તેની ફેક્ટરીમાં કારીગર તરીકે કામ કરતા હતા. અતિક પોતાના ઘરે જ આ માંજો બનાવવાનો અડ્ડો ચલાવતો હતો. શુક્રવારે સવારે લગભગ 10:00 વાગ્યે અતિક અને સરતાજ માંજો બનાવવા માટેનો માલ તૈયાર કરી રહ્યા હતા. તેના માટે ગંધક, પોટાશ સાથે કાચ અને લોખંડનો બારીક ભૂકો ભેગો કરીને લુગદી બનાવવાની હતી. જાણવા મળ્યું છે કે આ ઘાતક પદાર્થોનું મિશ્રણ તૈયાર કરતી વખતે જ આ ધમાકો થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં લુગદી બનાવી રહેલ અતીક અને ફેઝાનના ચિથડા ઉડી ગયા હતા. નજીકમાં રહેલ સરતાજ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ત્યારબાદ તેને ઈલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.