કેમેરામાં કેદ થયો કાળજું કંપાવતો અકસ્માત – બે કારોને ચીરીને આગળ નીકળી ગઈ SUV

અહેવાલો દર્શાવે છે કે, વિશ્વમાં દર વર્ષે લગભગ 15 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તે જ સમયે, બે થી પાંચ કરોડ લોકો બિન-જીવલેણ…

અહેવાલો દર્શાવે છે કે, વિશ્વમાં દર વર્ષે લગભગ 15 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. તે જ સમયે, બે થી પાંચ કરોડ લોકો બિન-જીવલેણ અકસ્માતોનો ભોગ બને છે. જેમાંથી ઘણા તેમના હાથ અને પગ પણ ગુમાવે છે. મોટાભાગના કિસ્સામાં ટ્રાફિકના નિયમો ભંગ કરવાને કારણે વધુ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. હાલમાં એક હ્રદય હચમચાવી દેનારો રોડ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે આવતી SUV રોડની સાઈડમાં પાર્ક કરેલી બે કારને ફાડીને આગળ નીકળી ગઈ હતી. આ વિડિયો માત્ર 10 સેકન્ડનો છે, પરંતુ આ વિદીયોએ દરેકને ચોંકાવી દીધા છે.

અકસ્માતો બિનઆમંત્રિત મહેમાનો જેવા છે. આ અકસ્માતો ક્યારે અને કોની સાથે થશે તે કોઈને ખબર નથી. તેથી જ રસ્તા પર જતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ. પછી ભલે તમે પગપાળા ચાલતા હોવ, કે કોઈ વાહનમાં હોવ… આ વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઘણું ટ્રાફિક છે. વિડીયોમાં પહેલા બધું બરાબર ચાલી રહ્યું છે. અચાનક એક સ્પીડિંગ એસયુવી બેકાબુ બનીને આવે છે અને રોડની બાજુમાં પાર્ક કરેલી બે કારને વચ્ચેથી ફાડીને આગળ નીકળી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે SUV કારોને ચૂરચૂર કરી નાખે છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી.

જ્યારે SUV કાર સાથે અથડાઈ ત્યારે કેટલાક લોકો ફૂટપાથ પર ચાલતા પણ જોઈ શકાય છે. લોકો સમજે ત્યાં સુધીમાં હાઇ સ્પીડ એસયુવીએ તબાહી મચાવી દીધી હતી. વિડીયોમાં ભયાનક અથડામણ સ્લો મોશનમાં પણ બતાવવામાં આવી છે. આ વિડીયો જોતા જ લોકોમાં હાહાકાર મચી ગયો હતો. આ વિડીયોમાં આ ઘટના એટલી ભયંકર હતી કે, લ્પો પણ વ્યક્તિ થોડી ઘડી શ્વાસ લેવાનું છોડી, આ ઘટના વિષે વિચારવા લાગે છે.

આ ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો ટ્વિટર પર (Accidentologia) નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો આવ્યો ત્યાં સુધી 51 હજાર વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકો ભાતભાતની તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *