સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યા IDEAL SCHOOL OF SKILL ના ભવિષ્યના જ્વેલરી ડિઝાઇનર

સુરત(Surat): Ideal School Of Skillના વિદ્યાર્થીઓ દ્વારા ગયા દિવસોમાં સુરતનું ડાયમંડ બુર્સ(Diamond Burs)ની વિઝીટ કરવામાં આવી હતી. ત્યાં 70 કરતા પણ વધારે જવેલરી ડિઝાઈનર(Jewelery Designer) લોકોએ વિઝીટ કરીને સુરતના ડાયમંડ બુર્સ વિશે માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ બુર્સ વિશે ઘણી માહિતી જેવી કે, 4200 કરતાં વધારે ઓફિસો, 75,000 સ્ક્વેર ફીટ રનીંગ એરીયા, 9 ટાવર નવું ટાવરમાં આવેલું 66000 કરતાં પણ વધારે સ્કેવર ફીટ, G + 15 માળ, વિશ્વનું સૌથી મોટામાં મોટું ડાયમંડ ટ્રેડિંગ બિલ્ડીંગ,બધાજ માળ પર અલગ અલગ ગાર્ડન સુવિધા, કોંફરન્સ હોલ, વગેરે જેવી માહિતી આશિષભાઈ ધોરાજીયા દ્વારા આપવામાં આવી હતી.

Ideal School Of Skillના ઓનર એવા જીગરભાઈ પીપળીયા વિઝિટ કરીને વધુમાં એવું કહ્યું હતું કે, આવનારા સમયમાં સુરત એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ડાયમંડ અને જ્વેલરીને પૂરું પાડી શકશે અને આ સુરત ડાયમંડ બુર્સ આવવાથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારો વધુ સારા બની શકશે અને ભવિષ્યમાં જ્વેલરી અને ડાયમંડ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય માર્કેટને વેગ મળશે.

ભવિષ્યમાં બનનારા જ્વેલરી ડિઝાઇનરોને આશિષભાઈ ધોરાજીયા તેમજ તેની ટીમ તરફથી Ideal School Of Skillના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ જ્ઞાન મળી રહે તે માટે સુરત ડાયમંડ બુર્સ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી જેવી કે ભવિષ્યમાં થનારી એક્ટિવિટી ફંક્શન,એક્સપોર્ટ, બિલ્ડીંગની ખાસિયતો સિક્યુરિટી જેવી, 40 કરતા વધારે કેમેરા,પંચતત્વની થિમમાં બનાવેલું બુર્સ, જેવી બાબતો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી.

વિદ્યાર્થીઓનું પણ માનવું હતું કે, સુરતમાં ડાયમંડ બુર્સના આવવાથી ભવિષ્યમાં કારકિર્દી તેમજ નવી રોજગારીનું સર્જન થશે, અને જવેલરી અને ડાયમંડ ફિલ્ડને નવી દિશા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *