મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે- ટ્રક પાછળ ધડાકાભેર સ્કોર્પિયો કાર ઘૂસી જતા 7 લોકોના મોત

Bihar Road Accident: બિહારના સાસારામમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના આજે બુધવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી. રોહતાસના શિવસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 2 પર એક ઝડપી સ્કોર્પિયો એક કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો(Bihar Road Accident) ભયંકર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં ખસેડી હતી.

સૂઈ જવાને કારણે અકસ્માત થયો હતો
પરિવારજનો પાસેથી મળેલી માહિતી મુજબ કૈમુરના રહેવાસી સુદેશ્વર શર્મા પરિવાર સાથે બોધગયાથી પોતાના ગામ કુરાડી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચાલક સ્લીપ થઈ ગયો હતો અને સ્કોર્પિયો આગળ જતા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં સ્કોર્પિયો વાહન ખરાબ રીતે નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેન વડે સ્કોર્પિયોને કન્ટેનરમાંથી બહાર કાઢી હતી. અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અકસ્માતમાં સુદેશ્વર શર્માની પત્ની રાજમુની દેવી (50), પુત્રી પ્રેમલતા (35), પુત્ર રવિનંદન કુમાર (30), આદિત્ય કુમાર (12) અને પુત્ર અરવિંદ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં સુદેશ્વર શર્મા પોતે પણ ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *