ગુજરાતના વડોદરા શહેરમાં એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. હાલ પુષ્કળ લગ્નગાળો ચાલી રહ્યો છે. આવા શુભ દિને પણ ઘણા વ્યક્તિના મોતનો દિવસ સાબિત થાય છે. વડોદરા શહેરમાં રણુ અને મહુવાડ઼ને જોડતા રસ્તા પર એક ભયંકર અને ચોંકાવનાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને ટેમ્પોની વચ્ચે ટક્કર થતાં આ ઘટના સર્જાણી હતી. આ રોડ અકસ્માતમાં 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તો ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. દરેક ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.
મળેલી માહિતી અનુસાર, પાદરા તાલુકાના રણુ ગામેથી સાવલી તાલુકાના ગોઠડા ગામે ભાણીના લગ્નમાં મોસાળામાં આઈસર લઈને ગયા હતા. જ્યાંથી પાછા આવતા સમયે સાંજે મહુવડ અને રણુ રોડ પર સામેથી રેતી ભરેલ ટ્રકનાં ચાલકે બેફામ ગતિએ હંકારી આઈસર સાથે અથડાઈ ગઈ હતી. અને આ ભયંકર ઘટના સર્જાણી હતી.
અ ઘટનામાં આઈસરમાં બેઠેલી 6 મહિલાઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતાં. અને સાથે-સાથે 6 લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પણ તમના પણ મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે સૂચના મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટેમ્પોમાં ફસાયેલા લોકોને બચાવી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ 11 લોકોને મૃત જાહેર કરી દીધા. ઈજાગ્રસ્તોને ફસ્ટ એડ કર્યા બાદ ડૉક્ટરોએ તેમને વડોદરા રેફર કરી દીધા. દરેક ઈજાગ્રસ્તોની સારવાર વડોદરાની સર સયાજી જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
Vadodara: 11 dead and several injured in a collision between a truck and a tempo traveller on road connecting Ranu and Mahuvad. Injured have been admitted to hospital. #Gujarat
— ANI (@ANI) February 22, 2020
પાદરાના રણુ ગામે રહેતાં અબ્બાસભાઈ હિંમતભાઇ ચૌહાણની ભાણીનાં લગ્ન સાવલીનાં ગોઠડા ગામે શનિવારનાં રોજ યોજાયા હતા. જ્યાં રણુ ગામેથી મહિલાઓ અને પુરુષો આઈસરમાં બેસી સવારે ગોઠડા ગયા હતાં. જ્યાં મોસાળુ પતાવીને સાંજે રણુ ગામે આઈસરમાં પરત ફરી રહ્યા હતા અને મહુવડથી રણુ વચ્ચે પસાર થતાં હતા. ત્યારે સામેથી એક ટ્રક બેફામ ગતિએ આવી રહ્યું હતું. જે ટ્રકનાં ચાલકે કાબૂ ગુમાવી દેતા આઈસરને ધડાકાભેર અથાડી દેતા આઈસરનું એક બાજુનું પડખું ચિરાઈ ગયું હતું.
આઈસરમાં સવાર થયેલા 6 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 20 ઈજાગ્રસ્તોને 108માં પાદરા અને વડુ હોસ્પિટલમાં જવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્તો પૈકી અન્ય 6નાં મોત થતા અકસ્માતમાં કુલ 13 લોકોના મોત થયા હતાં. મૃત્યુ પામનાર પૈકી 10 મહિલાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.