સુરતવાસીઓને આ બે દિવસ નહી મળે પાણી, આજે જ ભરી લો પાણીની ડોલો

સુરતીવાસીઓ માટે ખુબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને 28મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી…

સુરતીવાસીઓ માટે ખુબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને 28મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી કામગીરીને કારણે સુરતીવાસીઓને પાણી આપવામાં નહીં આવે. સુરતના 70 ટકા વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. પાણીકાપની આ અસર સુરતમાં રહેતાં 40 લાખ લોકોને થશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલીને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. નવી પાઈપલાઈનના જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. 40-50 વર્ષ જૂની આ પાઈપલાઈનો બદલવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે.

વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલીને હાલમાં નાંખેલી નળી નળીકાની જોડાણની કામગીરી કરવાના કારણે 28મીએ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી બિલકુલ નહિ મળી શકે તેમ જણાવવામાં આવ્યું છે. વરાછામાં વૈશાલી હેલ્થ સેન્ટર જંકશન ચાર રસ્તા ખાતે વરાછા મેઇન રોડ, ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક અંદાજીત વર્ષ 1969માં નાંખવામાં આવેલી નળીકા જર્જરિત થઇ ગઇ છે. જેથી આ નળીકાને બંધ કરી નવી નાંખવામાં આવેલ 1219 મીમી વ્યાસની એમએસ નળીકાને હયાત 1219 મીમી વ્યાસની પાણી પુરવઠાની એમએસ નળીકા સાથે જોડાણની કામગીરી આગામી તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ ના રોજ રાતે 11થી 29ના સવારે 5 કલાક દરમ્યાન હાઇડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

જેથી હેડ વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા જળવિતરણ મથક, કતારાગમ, સીંગણપોર, ખટોદરા, અઠવા, ઉધના ચીકુવાડી, ઉધ્ના સંઘ, અલથાણ, ભીમરાડ, ડુંભાલ, વેસુ, કિન્નરી સહીતના જળવિતરણ મથક ખાતેથી શહેરમાં પહોંચાડવામાં આવતો પાણી પુરવઠો નહિંવત મળે જ્યારે 29મીએ ઓછા પ્રેસરથી મળે તેવી શક્યતાઓ વ્યક્તે કરવામાં આવી રહી હોવાથી આ અંગેની જાણ સાથે નોંધ લેવા શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ વિસ્તારમાં પાણી ઓછું મળશે

રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચુકવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇન્ટ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સીંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, દવિયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબેહનુમાન રોડ, બમરોલી સહિતનો વિસ્તાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *