ST બસના ડેપો માંથી ગણતરની સેકન્ડમાં જ આખે આખી બસ લઈને ફરાર થયો આરોપી અને પછી તો…

હાલમાં ગુજરાતમાં પણ એવી ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવે છે જે ઘટનાઓ જાણીને હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે.…

હાલમાં ગુજરાતમાં પણ એવી ચિત્ર વિચિત્ર ઘટનાઓ સામે આવે છે જે ઘટનાઓ જાણીને હસવું પણ આવે છે અને એક તરફ ગુસ્સો પણ આવતો હોય છે. એવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાનાં એસ.ટી ડેપોમાંથી એક વ્યક્તિએ આખે આખી બસ જ ઉઠાવી લીધી. છોટાઉદેપુર-માંડવી પાસે અજાણ્યો વ્યક્તિ એસ.ટી બસ લઇને મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો હતો. આ ઉપરાંત સામે આવ્યું છે કે, તેણે બસને ખડકવાડા તરફ વાળી દીધી હતી.

જોકે આ ચોરને બસ ચલાવતા યોગ્ય રીતે આવડતું નહી હોવાનાં કારણે સામેથી આવતા બસ ચાલકે તેની બસ સાઈડમાં ઉભી રાખી દીધી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ છોટાઉદેપુર એસટી ડેપોમાંથી એસટી બસની ઉઠાંતરીની ઘટના સામે આવી છે. બસ ચોરી થયા પછી ખડકવાડા પાસે ખાડામાં ઉતરી ગયેલ સ્થિતિમાં મળી આવી હતી. જોકે, બસ લઈ ભાગેલ શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

બપોરે 1:30 વાગ્યે છોટાઉદેપુરથી માંડવી જતી બસ વર્કશોપમાંથી તૈયાર થઈ અને પ્લેટફોર્મ ઉપર જતા પહેલા ડીઝલ પુરાવી બસને વર્કશોપમાં જ સાઈડ ઉપર મૂકી બસનો ચાલક લોગશીટ લેવા વર્કશોપમાં ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ બસમાં ચઢી જઈ બસને ચાલુ કરી અને લઇને ભાગી ગયો હતો. જેની જાણ એસટી ડેપો સંચાલકને થતા બસની વર્કશોપમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, બસ ડેપો સંકુલમાં ન મળતા તેનું GPS ચેક કરતા બસ રંગપુર તરફ જતી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ એસટી ડેપો મેનેજર દ્વારા રંગપુર પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી.

જોકે બસ લઈને ભાગેલ ચોરે બસને જોડાવાટથી અંદર વાળી દીધી હતી અને એક ખાડામાં બસને ઉતારી દીધી હતી. ભાગી છુટે તે પહેલા જ પોલીસે તેનો પીછો કર્યો હતો, અને તેને ઝડપી પાડ્યો હતો. જાણવા મળ્યું છે કે, ઝડપાયેલ વ્યક્તિ કોલ ગામનો ગોવિંદ સવલા ધાણુંકનો છે. આ ઘટના અંગે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર અને વર્કશોપ ઇન્ચાર્જ દ્વારા છોટાઉદેપૂર પોલોસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા 379 મુજબ બસ લઈને ભાગેલ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જોકે, બસ લઈને ભાગેલ શખ્સ શા માટે એસ ટી બસ લઈ જતો રહ્યો તે અંગે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ બસ લઈને ભાગેલ વ્યક્તિ દ્વારા બસને બેફામ રીતે ચલાવીને લઇ ગયો હતો. જેના કારણે અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાય તેવી સ્થિતી ઉભી થઇ હતી. આ દરમિયાન અનેક વાહનો સાથે અકસ્માત સર્જાતા બચ્યો હતો. જોકે, સદભાગ્યે કોઇ પણ પ્રકારની દુર્ઘટના ટળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *