Gujarat Cold Forecast: ગુજરાતમાં હાલ વાતાવરણમાં થોડા થોડા દિવસે બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં (Gujarat Cold Forecast) વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં સતત વધઘટને કારણે લોકોને શરદી, ખાંસીની બીમારી વધી રહી છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે તે જોઈએ.
આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે.
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવના
હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે ગુજરાતમાં સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8, અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નલિયા 6 ડિગ્રી ઠંડી સાથે ઠંડુગાર બન્યું
ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાન ઘટીને6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી. આવનારા સમયમાં ઝાકળનો એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 28 તારીખથી ચાલુ થઈ શકે છે. તે એટલા માટે કે અત્યારે જે ઉત્તરના પવનો છે, તેની દિશા બદલાશે. 28 તારીખથી હવામાનમાં પલટો આવશે. 28 તારીખથી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 28થી 31 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App