શરીર સંબંધ બાંધવાથી કેટલી કેલરી બર્ન થાય છે? સ્ત્રીઓ અને પુરુષો પરના સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા

Calories Burned: સેક્સ અંગે અનેક પ્રકારની માન્યતાઓ લોકો બાંધી લેતા હોય છે. આમ કરીએ તો આ નુકશાન થાય અને આમ કરીએ તો ફાયદો થાય. હકીકતે સેક્સની (Calories Burned) ચર્ચાને આજે પણ બંધબારણે કરવા માટે કે મિત્રો સાથેના જોક્સ તરીકે જ લેવામાં આવે છે. સેક્સ વિશે કેટલીક એવી વાતો છે જે સાંભળીને આપણને નવાઈ અને આશ્ચર્ય થાય એમ છે. સેક્સને પૂર્ણરૂપે્ માણવા માટે માણસ અને પ્રાણીમાં કેટલીક અસમાનતા અને સમાનતા પણ જોવા મળે છે.

વજન ઉતારવા કેટલું સેકસ જરુરી
તમે નહીં સ્વીકારો પરંતુ હંમેશા બેડરુમમાં હાર્ટ રેસિંગ સેક્સ સેશન બાદ મનમાં એક વિચાર આવતો જ હશે કે આ ક્રિયા દરમિયાન કેટલી કેલરી ખર્ચાઈ છે. યસ, તમે સાંભળ્યું પણ હશે કે સેક્સ કરવાથી વેઇટ લોસ થાય છે કેમ કે આ ક્રિયા દરમિયાન ખૂબ જ વધારે કેલેરી બર્ન થાય છે. પણ કેટલી કેલરી બર્ન અને અને જો ખરેખર વજન ઉતરતું હોય તો કેટલું સેક્સ કરવાથી વજન ઉતરે તેવા સવાલ તો સતત થયા જ કરતા હશે.

આ કારણે બર્ન થાય છે વધુ કેલેરી
વેલ, એકવાત તમારે સમજી લેવી જોઈએ કે સેક્સ ચોક્કસપણે તમારા બોડીની કેલેરીઝ બાળે છે. અને જો તે દરમિયાન તમે વાઇલ્ડ બનતા હોવ, બોડી મુવમેન્ટના કારણે તમને પરસેવો વળતો હોય અને હ્રદયના ધબકારા પણ વધી જતા હોય તો સેક્સ એ બેસ્ટ વર્કઆઉટ છે અને તેનાથી દૂર રહેવાની જરુર નથી. તો હવે તમને તેનું રિઝલ્ટ જાણવું હશે કે તેનાથી કેમ અને કઈ રીતે ફાયદો થાય.

સેક્સ દરમયિાન એક મિનિટમાં સ્ત્રી અને પુરુષ બર્ન કરે છે આટલી કેલેરી
તો, કેનેડાની યુનિવર્સિટી ઓફ ક્યુબેકના રીસર્ચ મુજબ ઇન્ટેન્સિવ સેક્સ સેશન દરમિયાન પ્રત્યેક મિનિટે સ્ત્રી 3.1 કેલેરી અને પુરુષ 4.2 કેલેરી ખર્ચ કરે છે. તો જો તમારું સેશન 30 મિનિટ સુધી ચાલ્યું હોય તો પુરુષ લગભગ 100 કેલેરી ખર્ચ કરે છે. આ એટલી ઉર્જા છે જે તમે ઇન્ટેન્સીવ વર્કઆઉટ દરમિયાન જીમમાં ખર્ચ કરો છો અથવા ટેનિસ ગેમ કે પછી સાઇકલિંગ પાછળ ખર્ચ કરો છો.

કેટલી કેલરી બર્ન કરવી છે તે મુજબ પ્લાન કરો તમારે બેડરુમ સેશન
જોકે એક્સર્સાઇઝના સેશન કરતા આ સેશન વધુ પ્લેઝર આપે છે. આવી સ્થિતિમાં જો તમે સપ્તાહમાં 10 વખત સેક્સ એન્જોય કરતા હોવ તો એક અઠવાડીયામાં તમે 1000 કેલેરી બર્ન કરો છો. તેથી જો તમે સપ્તાહ દરમિયાન તમારી સેક્સ લાઇફ યોગ્ય રીતે પ્લાન કરીને આગળ વધો છો તો વગર એક્સર્સાઇઝે પણ વેઇટ લોસ કરી શકો છો. એ આધાર તમારા પર છે કે તમારે કેટલી કેલેરી બર્ન કરવી છે.