હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને વધુ ફેલાતી અટકાવવાં માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણાં સમય પહેલાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. આવાં કપરાં સમયમાં લોકોને મદદ કરવાં બદલ તેમજ મજુરોને એમનાં વતનમાં પરત મોકલવાં માટે પ્રખ્યાત અભિનેતા સોનુ સુદ હાલમાં ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે.
હાલમાં ફરી એકવાર એને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોનામાં ચાલી રહેલ લોકડાઉનનાં સમયમાં લોકોની માટે રિયલ હિરો બની ચૂકેલ પ્રખ્યાત અભિનેતા સોનૂ સૂદ સતત લોકોની મદદ કરવાં માટે આગળ વધી રહ્યો છે.
જે અભિયાન પ્રવાસી મજુરની મદદથી શરૂઆત કરી હતી એ હવે એટલું બધું વ્યાપક થઈ ચૂક્યુ છે, કે સોનૂ સુદ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં ફસાયેલ લોકોની મદદ કરવાં માટે આગળ આવ્યો છે.
1137. mails.
19000. fb messages
4812. Insta messages
6741. twitter messages.Today’s HELP messages.
On an average these are the number of requests I get for HELP. It is humanly impossible to reach out to everyone. I still try my best.
Apologies if I missed your message?— sonu sood (@SonuSood) August 20, 2020
લોકો મદદની માટે સોનૂ સુદને દરરોજ કેટલાં લોકો સંપર્ક કરી રહ્યાં છે, એનો આંકડો અભિનેતાએ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર પણ કર્યો છે. જે આંકડો એમણે શેર કરેલો છે એ તમામ લોકોને 2 મિનીટ માટે તો અંચબામાં મુકી દે એવો છે.
સોનૂ સુદએ લખતાં જણાવ્યું હતું, કે કુલ 1,137 મેલ, કુલ 19,000 ફેસબુક મેસેજ, કુલ 4,812 ઈંસ્ટાગ્રામ મેસેજ, કુલ 6,741 ટ્વિટર મેસેજ કરે છે.
આ માત્ર આજનાં દિવસની મદદ માટેનાં મેસેજ છે. એવરેજ આંકડાઓ પર નજર કરીએ તો નિયમિત આટલી રિક્વેસ્ટ તો મને મદદ માટે આવી રહી છે. એક મનુષ્ય હોવાને નાતે તો અશક્ય છે, કે આ તમામ લોકોની મદદ કરી શકાય. પરંતુ તો પણ હું મારાથી બનતાં બધાં જ પ્રયત્નો તથા મદદ પણ કરી રહ્યો છું.
સોનુ સુદએ એનાં મેસેજના અંતમાં લખતાં જણાવતાં કહ્યું હતું, કે જો કોઈનો પણ મેસેજ ભૂલથી ચુકાઈ ગયો હોય તો એના માટે હું માફી પણ માંગુ છું. આપને જણાવી દઈએ, કે સોનુ સૂદે લોકડાઉનનાં સમયમાં ઘણાં પ્રવાસી મજુરોને એમનાં ઘરે પહોંચાડવા માટેનું કામ પણ કર્યું હતું. એનાં પર તે એક પુસ્તક પણ હાલમાં લખી રહ્યો છે. જે ટુક જ સમયમાં માર્કેટમાં આવી પણ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews