Virat Kohli આજે કેટલા રનમાં, કેવી રીતે અને ક્યા બોલરમાં આઉટ થશે તેની માહિતી મેચના 12 કલાક પહેલા એક યુઝરે આપી દીધી હતી

વિરાટ કોહલી (Virat Kohli) ના સેકંડો ફેંસ Virat Kohli ની 71મી સેન્ચુરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજથી ભારત અને શ્રી લંકા વચ્ચે ટેસ્ટની શરૂઆત થઇ ગઈ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ કરિયરમાં 100 ટેસ્ટ રમનાર 12મો ભારતીય બની ગયો છે. કોહલીએ શ્રીલંકા સામેની મોહાલી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી મોટી ઈનિંગ્સ રમીને આ મેચને યાદગાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પ્રથમ દાવમાં તેનું સપનું યુવા સ્પિનર ​​લસિથ એમ્બુલ્ડેનિયાએ તોડી નાખ્યું છે. ત્યારે કોહલીના સેકંડો ફેંસ નિરાશ થયા છે.

ત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે, Virat Kohli આજે કેટલા રન, કેટલા બોલમાં, કેટલી બાઉન્ડ્રી અને કયા બોલરમાં આઉટ થશે, તેની દરેક જાણકારી આજે મોડી રાતે 12:46 એટલે કે (00:45) એ ટ્વીટર દ્વારા એક યુઝરે આ માહિતી આપી દીધી હતી. Virat Kohli તે જ પ્રમાણે આઉટ થતા અનેક સવાલો ઉભા થયા છે.

આ વાયરલ થયેલા ટ્વીટમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, આ ટ્વીટ આજે મોડી રાતે 12:46 એટલે કે (12:46) ટાઈમે ટ્વીટ કરવામાં આવ્યું છે. હજુ તો આ મેચ બપોરે સાડા ૧૨ વાગ્યે એટલે કે, 12:30 PM એ શરુ થવાની હતી. પરંતુ કોહલીના આઉટ થતા આ ટ્વીટ વાયરલ થયું છે. આ ટ્વીટમાં સાફ સાફ લખ્યું છે કે, Virat Kohli કેટલા રન મારશે, કેટલા બોલમાં, કેટલી બાઉન્ડ્રી મારશે, સાથોસાથ ક્યાં બોલરમાં અને કેવી રીતે આઉટ થશે તેની જાણકારી આપવામાં આવી હતી. આટલું જ નહિ પરંતુ કોહલી આઉટ થયા પછી કેવા રિએકશન આપશે તેની પણ માહિતી આપવામાં આવી હતી.

ટ્વીટમાં લખ્યું હતું કે, ‘Virat Kohli તેની 100મી ટેસ્ટમાં 100 રન બનાવી શકશે નહીં. 4 ખૂબસૂરત કવર ડ્રાઇવ સાથે 45 (100) સ્કોર કરશે અને પછી એમ્બુલ્ડેનિયા (શ્રી લંકાનો બોલર) તેના સ્ટમ્પ ઉડાવશે. અને તે ચોંકી જવાનો ડોળ કરશેઅને નિરાશામાં માથું હકારી પેવેલિયન પાછો જશે. આ ટ્વીટ વાયરલ થતા સોસીયલ મીડ્યામાં અને કોહલીના ફેંસમાં ખબળાટ મચી ગયો છે.

ત્યારે બીજી બાજુ ઘડાધડ કોમેન્ટો આવી રહી છે કે, આ મેચ ફિક્સ હતી કે શું? શું કોહલી ફિક્સિંગ કરી રહ્યો છે. હાલમાં આ ટ્વીટ વાયરલ થયા અનેક સવાલો ઉભા થયા છે. ઘણા લોકો આ ટ્વીટ જોઇને ચોંકી ઉઠ્યા હતા. પરંતુ જયારે આજે ખરેખર Virat Kohli એ જ પ્રમાણે આઉટ થયો ત્યારે, દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *