બીલ 300 રૂપિયા પણ, CM ભૂપેન્દ્ર પટેલે એટલા રૂપિયા ચૂકવ્યા કે ચોંકી ઉઠ્યો હોટલ માલિક

હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગીના ચારેતરફ વખાણ થઈ રહ્યા છે. શરૂઆતથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના દરેક સામાન્ય વ્યક્તિને, મળીને તેમની સાથે…

હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગીના ચારેતરફ વખાણ થઈ રહ્યા છે. શરૂઆતથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના દરેક સામાન્ય વ્યક્તિને, મળીને તેમની સાથે વાતચિત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ એક બનાવ બન્યો હતો કે, જેમાં મુખ્યમંત્રી હોવા છતાં, નાનકડી કાઠિયાવાડી હોટલના ખાટલે બેસી ને ચા ની ચૂસકી લીધી હતી.

સાથોસાથ, આ બનાવ બાદ લોકોના હૃદયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સાદગી સ્પર્શી ગઈ છે. અગાઉ પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જ્યારે પણ મારો કાફલો પસાર થતો હશે, ત્યાં ટ્રાફિક રોકવામાં આવશે નહીં. આજે ગુજરાતના દરેક લોકો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને વિનમ્રતા ભર્યા આ વર્તનના વખાણ કરી રહ્યા છે.

તારીખ 8 જાન્યુઆરી, એટલે કે આજરોજ મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે અમદાવાદ-રાજકોટ માર્ગના નવીનીકરણનું શિક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક કાઠીયાવાડી હોટલમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ઉભો રહ્યો હતો. અને આ હોટેલમાં ખાટલા પર બેસીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની ચૂસ્કી લીધી હતી. જ્યારે સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઇ ત્યારે, મુખ્યમંત્રીની સાદગીના લોકોએ વખાણ કર્યા હતા.

સાદગીની સાથે સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદારતાની પણ લોકોને ઝાંખી થઈ હતી. સામાન્યતઃ કોઈ મોટો વ્યક્તિ કોઈ નાની દુકાનમાં જાય, ત્યારે દુકાનદાર તે વ્યક્તિ પાસેથી રૂપિયા લેતો નથી, પરંતુ મુખ્યમંત્રીએ એવું કામ કર્યું હતું કે, દુકાનદાર રાજીને રેડ થઇ ગયો હતો. મુખ્યમંત્રીએ પીધેલી ચાના કુલ 300 રૂપિયા થયા હતા, તે જ સમયે મુખ્યમંત્રીએ પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને દુકાનદારને આપ્યા હતા. હોટેલના માલિક પણ પોતાની હોટલમાં મુખ્ય મંત્રીને જોઈને ધન્યતા અનુભવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *