અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલ કાર્યકર્મ ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચ અંગે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે રૂ.8 કરોડ મંજૂર કર્યાં હતા. જ્યારે એએમસીએ રૂ.4.5 કરોડનો ખર્ચ કર્યો હતો. રૂ.100 કરોડનો ખર્ચ કર્યો હોવાની વાતમાં દમ નથી. ટ્રમ્પની મુલાકાતનો લાભ ગુજરાત અને દેશને થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં ટ્રમ્પના આગમન અને રિસેપ્શન પાછળના ખર્ચ અંગેની ચર્ચા તમામ દેશમાં થઈ રહી છે. વિધાનસભાની અંદર અને બહાર તેની ચર્ચા થઈ હતી. આના પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં ધ્યાનમાં લીધું હતું કે ટ્રમ્પના આગમન પર ગુજરાત સરકારે માત્ર આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો નથી કે ફાળવવામાં આવ્યો નથી.
વધુમાં વિજય રુપાણીએ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે રૂ. 4.50 કરોડ ફાળવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા નહીં પરંતુ ‘નમસ્તે ટ્રમ્પ સિટિઝન્સ કમિટી’ દ્વારા યોજવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ટ્રમ્પના ગુજરાતમાં આગમન પહેલા અમદાવાદના તેમના પ્રવાસ માર્ગ ઉપર સમારકામ સહિત વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પના આગમન સમયે અમદાવાદ સહિત લાખો લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનની ચર્ચા માત્ર ગુજરાત કે દેશના અખબારોમાં જ નહોતી પરંતુ વિદેશી મીડિયામાં પણ તે ચર્ચાનો વિષય હતી. યુએસ વોશિંગ્ટન પોસ્ટમાં પણ ટ્રમ્પના ભારતમાં આગમન અને તેમના સ્વાગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.