Preity Zinta earnings from IPL: બોલિવૂડ એકટ્રેસ પ્રીતિ ઝિન્ટા લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. આજે ચારેકોર પ્રીતિ ઝિન્ટાની જ ચર્ચા ચાલી રહી છે. કારણ કે તેમની (Preity Zinta earnings from IPL) ટીમ પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, પ્રીતિ ઝિન્ટાની નેટવર્થ 183 કરોડ રૂપિયા છે. તેઓ એક્ટિંગ, બિઝનેસ ડીલ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તગડી કમાણી કરે છે. એવું કહેવાય છે કે, પ્રીતિ ઝિન્ટા એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે.
કેટલામાં ખરીદી હતી ટીમ?
પ્રીતિ ઝિન્ટા 2008માં IPL ટીમ પંજાબ કિંગ્સના કો-ઓનર બન્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રીતિ ઝિન્ટાએ તે સમયે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હવે વધીને 350 કરોડ રૂપિયા થયું છે. 2008માં પંજાબ કિંગ્સને 76 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી, જેની વેલ્યૂ 2022 સુધીમાં વધીને 925 મિલિયન ડોલર થઈ ગઈ છે.
કેવી રીતે થાય છે કમાણી?
IPLમાં ટિકિટ વેચાણથી થતી આવકમાં ટીમના માલિકોનો પણ હિસ્સો હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમના માલિકોને ટિકિટ વેચાણનો 80 ટકા હિસ્સો મળે છે. સ્પોન્સરશિપ દ્વારા પણ ટીમ પૈસા કમાય છે.
કેટલી પ્રોપર્ટી છે?
પ્રીતિ ઝિન્ટા ઘણી પ્રોપર્ટીઝની માલિક છે. Housing.comના જણાવ્યા મુજબ, પ્રીતિ ઝિન્ટાનું મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં 17.01 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ છે. તેમનું શિમલામાં પણ એક ઘર છે, જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. પ્રીતિ ઝિન્ટા લગ્ન બાદ લોસ એન્જલસ શિફ્ટ થઈ ગયા હતા, જ્યાં તેઓ તેમના પતિ જીન ગુડઇનફ સાથે રહે છે. તેમનું બેવર્લી હિલ્સમાં એક મોટું ઘર છે.
પ્રીતિ ઝિન્ટાની પાસે કઈ કાર છે?
પ્રીતિ ઝિન્ટાને લક્ઝરી કારનો પણ શોખ છે. તેમની પાસે લેક્સસ એલએક્સ 400 ક્રોસઓવર છે, જેની કિંમત 12 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે પોર્શ, મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ (58 લાખ રૂપિયા) અને BMW છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App