હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશની ગોરખપુર પોલીસે જિલ્લાના પિપરાઇચ પોલીસ મથકની હદમાંથી મળી આવેલ માસૂમ બાળક ગજેન્દ્ર નિષાદની હત્યા કર્યાનો ચોંકાવનાર ખુલાસો થયો છે. પોલીસે દાવો કર્યો છે કે, બલિ આપવા માટે તાંત્રિકે ઘરે સૂઈ રહેલ માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું પણ બલિ આપતા પહેલા જ શ્વાસ રુંધાવાને લીધે બાળકનું મોત નીપજ્યું હતું.
અપહરણ વખતે તાંત્રિકે બાળક બૂમો પાડશે એવ ભયથી તેના મોં પર કપડું ઠુંસી દીધું હતું. આ દરમિયાન મોંમાં કપડું હોવાને લીધે બાળકનો શ્વાસ રુંધાતાં તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત નીપજતાં તાંત્રિક ખૂબ ગભરાયો હતો તેમજ શેરડીના ખેતરમાં બાળકનાં મૃતદેહને છુપાવીને ફરાર થઈ ગયો હતો.
જો કે, પોલીસે ખૂબ ઝડપથી તપાસ કરીને 72 કલાકમાં જ હત્યાનો ચોંકાવનાર ખુલાસો કર્યો છે. ASP ડૉ. વિપિન ટાડાએ માસૂમ બાળકની હત્યાનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, પિપરાઇચ પોલીસ મથકની હદના મટિહનિયા સોમાલી વિસ્તારમાં ગત 19 ઓગસ્ટનાં રોજ 5 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી પોલીસને મળી આવી હતી.
મૃતક બાળકના મોંમાં હત્યારાએ ખૂબ જ ક્રૂરતાથી કપડું ઠુંસેલું હતું. બીજી બાજુ બાળકના હાથ બંધાયેલ હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પરિજનો સાથેની પૂછપરછમાં પોલીસે અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ગામના તાંત્રિક પર આશંકા:
તપાસ વખતે પોલીસને ગામના જ રહેવાસી સંતોષ નિષાદની ભૂમિકા સંદિગ્ધ લાગી હતી. કારણ કે, ગામ લોકો સાથેની પૂછપરછમાં જાણ થઈ હતી કે, સંતોષ છેલ્લા 6 વર્ષથી જંતર-મંતર કરે છે. પોલીસે જ્યારે સંતોષ નિષાદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, પોતાની તાંત્રિક શક્તિને વધારવા હત્યાના આરોપી સંતોષ નિષાદે માસૂમ બાળક ગજેન્દ્રની બલિ આપવાનો હતો પણ તાંત્રિક વિધિ પહેલા શ્વાસ રુંધાવાને લીધે તેનું મોત થતા તેને શેરડીના ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.