માર્ગ પર અચાનક જ ભેખડનો મોટો ભાગ તૂટી પડતા સર્જાયા ભયંકર દ્રશ્યો- જુઓ વિડીયો

સોસિયલ મીડિયા પર હાલના સમયમાં ઘરે બેઠા આપણને દેશ-વિદેશનાં સમાચાર મળી રહે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા પાસે સોમવારનાં રોજ…

સોસિયલ મીડિયા પર હાલના સમયમાં ઘરે બેઠા આપણને દેશ-વિદેશનાં સમાચાર મળી રહે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા પાસે સોમવારનાં રોજ ભૂસ્ખલન પછી ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો.

ચંપાવતના DM વિનીત તોમર જણાવે છે કે, માર્ગ પર આવી પડેલ ભેખડને સાફ કરવામાં ઓછામાં ઓછા 2 દિવસનો સમય લાગશે. અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે, તેઓ ટ્રાફિકને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરે. પહાડનો એક ભાગ તૂટી પડતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં જોવા મળ્યું છે કે, પહાડનો એક ભાગ ધીરે-ધીરે તૂટવા લાગે છે તેમજ એને કારણે હાઇવે સંપૂર્ણપણે દટાઈ જાય છે. આ ઘટના સર્જાઈ ત્યારે કેટલાંક વાહનો તેમજ લોકો હાજર હતાં. પહાડનો ભાગ તૂટવા લાગતા લોકો ત્યાંથી પીછેહઠ કરવા લાગ્યા હતા. ત્યાં હાજર લોકોમાંથી કેટલાકે ત્યાંની પરીસ્થિતિનો વીડિયો બનાવ્યો હતો.

શુક્રવારનાં રોજ બસનો ચમત્કારિક બચાવ થયો:
ઉત્તરાખંડમાં શુક્રવારનાં રોજ એકસાથે 14 મુસાફરોને લઈ નૈનીતાલ તરફ જઈ રહેલ બસનો ભૂસ્ખલનની ઝપટમાંથી ચમત્કારિક રીતે બચાવ થયો હતો. નૈનીતાલ-જ્યોલીકોટ-કર્ણપ્રયાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીરભટ્ટી પુલ પાસે બલિયાનાલાના પહાડનો એક મોટો ભાગ તૂટીને હાઈવે પર આવી જતા ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક લગાવતા બસને અટકાવી દેવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશમાં પણ બની રહી છે આવા પ્રકારની ઘટના:
આની પહેલા પણ હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નોરમાં 11 ઓગસ્ટે લેન્ડસ્લાઈડને કારણે કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 પર જ્યૂરી રોડના નિગોસારી તથા ચૌરા વચ્ચે પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. તેનો કેટલોક ભાગ એક બસ તેમજ કેટલીક ગાડીઓ પર પડ્યો હતો. હિમાચલના જ સોલન જિલ્લાના નાલાગઢની બરોટીવાલામાં એક બસ ઉપર પહાડનો એક ભાગ તૂટી પડતા આ ઘટનામાં 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *