ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ લોકો ક્યારેય નહીં ભૂલે, ભીડભાડમાં જવું ચાહકોને ભારે પડ્યું; અનેક ઘાયલ

T20 World Cup Victory Parade: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈમાં યોજાયેલી વિજય પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે ત્યાંની સ્થિતિ લગભગ કાબૂ બહાર થઈ ગઈ હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી ભીડ કાબૂ બહાર(T20 World Cup Victory Parade) જવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે.

T20 વર્લ્ડ કપની વિજય પરેડ પછી, મુંબઈના મરીન ડ્રાઈવ પર બધે જૂતા અને ચપ્પલ વેરવિખેર થઈ ગયા હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં એકઠા થયેલા ઘણા ચાહકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. કેટલાક ઘાયલ થયા હતા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

કોઈ પણ જીતની ઉજવણી કરવી એ સારી વાત છે, પરંતુ જો આ રીતે ઉત્સાહ બેકાબૂ થઈ જાય તો મોટી દુર્ઘટના થવાનું જોખમ રહેલું છે. ગુરુવારે સાંજે મુંબઈમાં યોજાનાર T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના રોડ શો માટે પોલીસે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી હતી.

ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ગુરુવારે સવારે દેશ પરત ફરેલી વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમે ખુલ્લી બસમાં રોડ શોમાં ભાગ લીધો હતો. જે બાદ દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાંજે 5 થી 7 વચ્ચે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની ધારણાને ધ્યાનમાં રાખીને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ભારે તકેદારી રાખવામાં આવી હતી. સત્તાવાળાઓએ નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે મરીન ડ્રાઈવ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હતી.