હવે ઉપવાસમાં પણ ખાઈ શકશો ‘આલુ પરાઠા’ -આ રીતે બનાવો, નાનાથી લઈને દરેક કરતા રહેશે વખાણ

Published on: 3:29 pm, Fri, 20 August 21

દરેક લોકોના મોંમાં આલુ પરાઠાનું નામ સંભાળતાની સાથે જ પાણી આવી જાય છે. પરંતુ અત્યારે શ્રાવણ મહિના દરમિયાન કેટલાક લોકોને ઉપવાસ હોય છે. જેથી તે અન્ય કઈ વસ્તુ ખાય શકતા નથી. તો અમે આજે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લાવ્યા છીએ.

જરૂરી સામગ્રી:
300 ગ્રામ – બાફેલા બટાકાનો માવો
250 ગ્રામ – રાજગરાનો લોટ
1 બાઉલ – દહીં
50 ગ્રામ – સમારેલી કોથમીર

50 ગ્રામ – ફુદીનાના પાન
2 ચમચી – આદું-મરચાંની પેસ્ટ
50 ગ્રામ – શેકેલા સિંગ દાણા
1 ચમચી – તલ, જરૂરિયાત મુજબ તેલ, સ્વાદાનુસાર સિંધવ મીઠું.

ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત:
પહેલા કૂકરમાં બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી લો. બટાટાના માવામાં શેકેલા સિંગ દાણાનો અધકચરો ભૂકો, ફુદીનાના પાન, કોથમીર આદું -મરચાની પેસ્ટ, સિંધવમીઠું નાખી તેને મિક્સ કરો. ત્યારબાદ રાજગરના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં મીઠું, તલ ભેળવીને તેનો લોટ બાંધો. હવે લોટમાંથી લૂઆ કરી પરાઠા કરો. હવે પરાઠાના અડધા ભાગમાં બાફેલા બટાકાનો માવો નાખો. હવે પરાઠાને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી પોલા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મુકો. ત્યારબાદ પરોઠાને શેકો. ત્યારબાદ ગરમાગરમ ફરાળી આલૂ પરોઠાંને ઠંડા દહીં સાથે પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.