હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને કેટલાક લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આજ થી 18 વર્ષથી વધુની ઉમરના લોકોને વેક્સિન આપવામાં આવશે તેમના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
જાણો કેવી રીતે કરી શકશો વેક્સીનેશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન:-
સ્ટેપ 1:- સૌ પ્રથમ રજીસ્ટ્રેશનની વેબસાઈટ https://selfregistration.cowin.gov.in/ પર જાઓ.
સ્ટેપ 2:- તમારો મોબિલ નંબર આપીને ‘Get OTP’ પર ક્લિક કરો.
સ્ટેપ 3:- તમારા મોબાઈલ નંબર પર OTP આવશે ,જેમને વેબસાઈટ પર દાખલ કરો.
સ્ટેપ 4:- OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગત ભરો. (ફોટો આઈડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સ , પાનકાર્ડ, પાસપોર્ટ, કે ઈલેક્શન કાર્ડ પણ માન્ય રહેશે.) નામ, જાતી, જન્મતારીખ સહિતની વિગતો ભરો અને ત્યારબાદ ‘રજીસ્ટર’ પર ક્લિક કરો.
સ્ટેપ 5:- ત્યારબાદ તમારી નજીકનું કોવીડ વેક્સીનેશન સેન્ટર પસંદ કરો.
સ્ટેપ 6:- સેન્ટર સિલેક્ટ કર્યા પછી ટાઈમિંગ સ્લોટ પસંદ કરો.
સ્ટેપ 7:- બધી વિગતો એક વાર ચકાસી કન્ફોર્મ કરો.
સ્ટેપ 8:- તમારું સક્સેસફૂલ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.