Ambalal Patel Rain Forecast: મધ્યપ્રદેશમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક વાર ચોંકાવનારી આગાહી(Ambalal Patel Rain Forecast) કરી છે. તેમણે કહ્યું છે કે હાલની આ સિસ્ટમ 30 ઓગષ્ટ બાગ ધીમી પડશે પણ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઇ રહી છે જેના કારણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.
છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા
અમરેલી જિલ્લામાં 205 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 29 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 29 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે.
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા
અંબાલાલ પટેલે કહ્યું છે કે આજે રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતાઓ છે અને 30મી સપ્ટેમ્બરની આસપાસ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમણે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે
વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ
જો કે તેમણે કહ્યું છે કે વર્તમાન સિસ્ટમ નબળી પડતાં 30 મી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ છે. જો કે લોકોને એકાદ બે દિવસ જ રાહત મળશે કારણ કે ત્યારબાદ 10 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.
2 થી 10 સપ્ટેમ્બર વરસાદ પડશે
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ નિર્માણ પામી રહી છે. વરસાદની નવી સિસ્ટમના કારણે આગામી 2 થી 10 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જેથી લોકોને હાલ તો વરસાદથી રાહત મળે તેવી કોઇ શક્યતા જોવા મળતી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App