કોરોનાની તપાસ કરવાના બહાને ૩૬ વર્ષની એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રતનગઢ ના હોસ્પિટલમાં થયેલી આ ઘટના બાદ વિસ્તાર માં સનસની ફેલાઈ ગઈ છે. આ ઘટના સંબંધે મહિલાએ ત્રણ લોકો વિરુદ્ધ ગુરુવારે રતનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
પોલીસે જણાવ્યું કે હાવડાની રહેવાવાળી મહિલા પોતાના સાસરીયા ડીડવાનાથી પગપાળા રવાના થઈ ગઈ. રસ્તામાં ટેકટર ની ટોલી માં બેસી રતનગઢ પહોંચી પરંતુ તે વિસ્તારમાં હાવડા જવાનું કોઈ સાધન ન મળ્યું, તો તે સ્ટેશન રોડ પર રેન બસેરા ની પાસે આવી ગઈ ત્યાં સાધુએ તેને ભોજન પણ કરાવ્યું.
કોરોના સ્ક્રિનિંગ ના નામે દુષ્કર્મ
આ દરમિયાન મુસ્તાક તથા ત્રિલોક તેની પાસે આવ્યા અને હોસ્પિટલ પરિસરમાં જ આવેલા દૂધની ડેરી પાછળ તેને સુવડાવી દીધી. ૨૦મી મેની સવારે આ બંને પાછા તેની પાસે આવ્યા અને કહ્યું કે કોરોનાની તપાસ કરાવવી પડશે. સમય રેહતા તેઓએ હોસ્પિટલના ટોયલેટ પાછળ લઈ ગયા, જ્યાં બંને એ સામુહીક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. ઘટના બાદ હોસ્પિટલમાં જ બનેલા સુલભ કોમ્પલેક્ષમાં મહિલાને સ્નાન કરાવવા માટે લઈને આવ્યા તો કોમ્પલેક્સમાં કામ કરનારા કર્મચારીઓ એ તેની સાથે અશ્લીલ હરકતો કરી.
ઘટના બાદ રતનગઢ નો વિજય નાયક નામનો યુવક મહિલાને મળ્યો જે તેને પોલીસ સ્ટેશન લઇ ગયો. અહીંયાં પોલીસ સ્ટેશનમાં સામુહીક દુષ્કર્મની ઘટના નો કેસ નોંધાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news