સુપર સાયક્લોન અંફાન આજે પશ્ચિમ બંગાળના તટ પર ટકરાવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 185 થી 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવનારો તોફાનથી સૌથી મોટો ખતરો રેલવે સેવાઓને છે. હાવડામાં રેલવેના કોચને લોખંડની સાંકળથી બાંધવામાં આવ્યા છે, જેનાથી તોફાની હવાઓ ને કારણે રેલવે કોચને નુકશાન પહોંચવાથી રોકી શકાય.
રેલ્વે તરફથી હાવડાના શાલીમાર સાઈડીંગમાં ઊભેલા રેલવેના કોચને લોખંડની સાંકળ અને તાળા વડે બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખા દેશમાં lockdown ને લીધે ભલે રેલવે સેવાઓ ઠપ પડી છે. પરંતુ આ દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. એમનિ પણ સુરક્ષાના ધ્યાનમાં રાખીને બંધ કરવાની જાણકારી દક્ષિણ પૂર્વ રેલવે તરફથી આપવામાં આવી છે.
જે ટ્રેન રેલવે ટ્રેક પર ખાલી ઊભેલી છે તેમને લોખંડની મોટી મોટી સાંકળોથી બાંધવામાં આવી છે અને તાળું મારવામાં આવ્યું છે. આવુ એટલા માટે કરવામાં આવ્યું છે કે ચક્રવાતી તોફાનમાં ઝડપી પવનના કારણે ટ્રેન ક્યાંક પાટા પરથી વગર એન્જિન એ દોડવા ન લાગે. જો એંજિન વગર એક વખત દોડવા લાગી તો દુર્ઘટના સર્જાઇ શકે છે અને તેને કાબૂમાં કરવું ખૂબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે લોખંડની ચેન અને તાળા વડે તેને બાંધવામાં આવી રહી છે.
155 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઝડપ
તોફાન દરમિયાન ૧૫૫ થી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવાની અને ભારે વરસાદનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ દરમિયાન બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને સમુદ્રમાં ચારથી પાંચ મીટર ઉંચા મોજાઓ ઉઠશે.
અંફાન તોફાન સામે લડવા માટે એનડીઆરએફની ટીમો પશ્ચિમ બંગાળમાં તો ૧૫ ટીમો ઓરિસ્સામાં મૂકવામાં આવી છે. 6 ટીમોને આ રીતે તૈયાર રાખવામાં આવી છે જ્યારે પણ જરૂર પડે તેમને એરલિફ્ટ કરી પહોંચાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news