સરકારની મોટી જાહેરાત: આ તારીખ સુધી નહિ ખુલે કોઈ પણ શાળા-કોલેજ

હાલ લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે અને અમુક અમુક વિસ્તરો કે જ્યાં કોરોનાના કેસો આવેલા છે ત્યાં જ લોકડાઉન રાખવામાં આવ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી બાળકો અને કોલેજિયનો મોટું વેકેસન માણી રહેલા છે. હાલમાં દરેક મા-બાપનો એક જ સવાલ છે કે હવે આ શાળા અને કોલેજો ક્યારે ખુલશે? અવારનવાર નવી નવી જાહેરાતો સામે આવતી રહે છે, પણ કોઈ ચોક્કસ માહિતી નથી મળી પણ હાલ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે મોટી જાહેરાત કરી છે.

કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લાં ઘણા મહિનાથી સમગ્ર શૈક્ષણિક જગત બંધ છે. આ વાતને ધ્યાનમાં રાખી વાલીઓ સતતને સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરીવાર કયારે શાળાઓ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ ચુકી છે. વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે ઓગસ્ટ 2020 બાદ જ ખૂલશે. બની શકે કે 15મી ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે. આ વાત ડૉ.રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં કહી છે.

તમને જણાવી દઇએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. આ વાતની માહિતી તેમણે ગઇકાલે ટ્વીટના માધ્યમથી આપી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે “સમય આવી ગયો છે કે કોરોનાને સહઅસ્તિત્વ સ્વીકારતા દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે…”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *