ભારતમાં મોર મૃત્યુ પામે ત્યારે તેની સાથે શું કરવામાં આવે છે તે કોઈને પણ નહિ ખબર હોય- જુઓ વિડીયો

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એનું માત્ર એક જ કારણ છે કે મોર જેવું સુંદર પક્ષી ભાગ્યેજ કોઈ હશે. બધા જ લોકોને ખબર છે કે…

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એનું માત્ર એક જ કારણ છે કે મોર જેવું સુંદર પક્ષી ભાગ્યેજ કોઈ હશે. બધા જ લોકોને ખબર છે કે મોરને ભારતનું રાષ્ટ્રીયપક્ષી તારીખે ઓળખવામાં આવે છે. અને મોર ઉપર તો કેટલાય ગીતો અને કહેવતો લખાઈ ગઈ હશે.

મોર એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોર ની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને “કળા કરી” કહેવાય છે. આનો હેતુ ઢેલ (માદા મોર) ને આકર્ષવાનો છે.

મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાનને આરતી સમયે મોરનાં પીંછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.

મોરની ઘણીબધી વાતો તમને ખબર હશે પણ આ એક વાત એવી છે કે ખુબ મહત્વની છે તમ છતાં કોઈ વ્યક્તિને ભાગ્યેજ ખબર હશે. કે મોર જયારે મૃત્યુ પામે છે ત્યારે તેમની સાથે શું કરવામાં આવે છે? તો અહિયાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે મૃત્યુ પામેલા મોર સાથે શું કરવામાં આવે છે. મૃત્યુ પામેલા મોરને શહીદોની જેમ દુનિયા માંથી અલવિદા કરવામાં આવે છે. જેવી રીતે ભારતીય સેનાનો કોઈ જવાન શહીદ થાય ત્યારે તેમની ફરતે તિરંગો વીટવામાં આવે છે. અને પછી તેમને સલામી આપીને જેવી રીતે વિદાઈ આપવામાં આવે છે તેવી  જ રીતે ભારતના રાષ્ટ્રીયપક્ષી મોરને એમના મૃત્યુ સમયે કરવામાં આવે છે. જેનો એક વિડીયો અહિયાં વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *