કોરોના વાયરસ સામે આખું વિશ્વ જંગ લડી રહ્યું છે. આ સંકટ સમયે લોકો આર્થિક તેમજ સામાજિક રીતે જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે. બધા પોતપોતાની શક્તિ અનુસાર મદદ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દીકરી આરૂષિ નિશંક પણ પોતાની રીતે મદદ માટે આગળ આવી છે. તેમને 3 દિકરીઓ છે.
નિશંકની દીકરી આરૂષી જાતે જ ખાદીમાંથી માસ્ક બનાવી જરૂરિયાતમંદોમાં વહેંચી રહી છે, કેન્દ્રીય મંત્રી નિશંકે જાતે જ આરૂષિની તસવીર શેર કરી છે. સાથે તેમણે લખ્યું, ‘મને આ જોઇને ખુબ જ ખુશી થઈ કે, મારી દીકરી આરૂષિ ઘરે જ ખાદીના માસ્ક બનાવી તેમના સ્ટાફના કર્મચારીઓને આપી રહી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટે જાગૃત કરી રહી છે.’
તેમણે એક ફોટો શેર કરી લખ્યું, જો તમે તમારા માટે અને પરિવાર માટે માસ્ક બનાવતા હોવ તો, હું વિનંતી કરું છું કે, જરૂરિયાતમંદ લોકો માટે માસ્ક બનાવી તેમને આપો અને પોતપોતાની રીતે, પોતાના રસ અને આવડત અનુસાર સમાજ માટે કંઈક ને કંઈક ઉપયોગી કાર્ય કરો, જેનાથી દેશને કોરોનાથી બચાવી શકાય.
નિશંક પોતે એક કવિ છે. તેમની સૌથી મોટી દીકરીનું નામ આરૂષિ છે, તે ક્લાસિકલ કથક ડાન્સર છે. આ ઉપરાંત તે ફિલ્મ પ્રોડ્યૂસર અને કવિયત્રી પણ છે. આરૂષિ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણાં પર્ફોર્મન્સ આપી ચૂકી છે. તે રીઝનલ ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરે છે.
નિશંકની બીજી દીકરી શ્રેયસી છે. તેણે એમબીબીએસ કર્યું છે. પરંતુ વિદેશમાં ડોક્ટરની નોકરી કર્યા બાદ તે સેનામાં ઓફિસર બની છે. 2018માં તેની પાસિંગ પરેડમાં નિશંક જાતે પણ હાજર રહ્યા હતા. નિશંકની ત્રીજી દીકરી ગયા વર્ષે એમટી યૂનિવર્સિટીમાં લોની પરિક્ષામાં પ્રથમ નંબરે આવી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news