ગુજરાત(gujarat): રાજ્યમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, વડોદરા જિલ્લાના આકાશમાંથી મોડી સાંજે તેજ લખોટા જેવો ગોળો પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકોને અવકાશી ઘટના અંગે જાણ થતાં જ જોવા માટે છત ઉપર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ભેદી ઉલ્કાપિંડ જેવી વસ્તુઓનો અવકાશી આકાશમાંથી પૃથ્વી તરફ પડતી વખતે એકમાંથી બે ભાગમાં થયો હતો.
મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે સાત થી આઠ વાગ્યાના અરસામાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આકાશમાં ઉલ્કા જેવી વસ્તુ તેજગતિએ પૃથ્વી તરફ આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.પહેલા તો આકાશમાંથી ઉલ્કાપિંડ(Meteorites) અથવા તો ખરતો તારો પૃથ્વી તરફ આવતો હોવાનો ભાસ થતો હતો. અવકાશ વિજ્ઞાનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ન આવી શકે. આ પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે, અવકાશી કૃત્રિમ ઉપગ્રહ(Artificial satellite)નો કાટમાળ હોઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં આકાશમાંથી ઉલ્કાપિંડ જેવી સરકતી વસ્તુઓના અવકાશી ગોળો પૃથ્વી તરફ આવતો દેખાતા લોકો માં કુતૂહલ સર્જાયું હતું અને લોગો ઘરની છત ઉપર જોવા માટે દોડી આવ્યા હતા. તેજ લિસોટા સાથેના અગનગોળાને મોબાઇલમાં કેદ કર્યો હતો. ડાંગ જિલ્લાના આ મંડળ ઉપર બે દિવસ તુ સળગતી પૃથ્વી તરફ આવ્યા બાદ સાપુતારાના સનરાઇઝ ડુંગર ને અડીને આવેલી ખીણમાં ધુમાડા સાથે તૂટી પડી હોવાની ચર્ચા થઈ રહી છે.
નવસારીના ગણદેવી, બીલીમોરા તેમજ વલસાડ જિલ્લાના કેટલાક ગામોમાં એક સળગતો અગ્નિ જેવો ટુકડો દેખાયો હતો. જ્યારે વાસંદા, વધઈ અને નવસારી તાલુકામાં એકમાંથી બે ટુકડા થતા દેખાયા હતા. સાપુતારા વિસ્તારમાં ત્રણ ટુકડા પડ્યાની ઘટના લોકોએ નિહાળી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરતા રહસ્ય વધુ ઘેરાયું હતું.
કેટલાક પ્રત્યક્ષદર્શી ઓ એ ઘટના અંગે જણાવ્યું કે, આકાશમાંથી તેજ લિસોટા સાથે અવકાશની ગોળો પૃથ્વી તરફ આવતો દેખાયો હતો જોકે કેટલાક આદિવાસીઓ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દેવો આકાશમાંથી પરિભ્રમણ કરતા હોવાનું માનીને દંડવત થઈને રહસ્યમય સળગતી જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા. તેમજ પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા.
આકાશ માં બનેલી ઘટનાના બે ત્રણ વિડીયો ફરતા થયા છે. તે પૈકી ડાંગ વિસ્તારમાં આકાશમાં દેખાયેલો લિસોટો સ્પેસ સ્ટેશન હોવાની શક્યતા નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિવિધ દેશો અગાઉ સ્પેસ સ્ટેશન કોઈ પણ દેશ પાસેથી પસાર થવાનું હોય ત્યારે જાણ કરતા હતા હવે એવી જાણકારી આપવામાં આવતી નથી જ્યારે અન્ય વીડિયોમાં દેખાતો લિસોટો હોવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.