‘સોરી મમ્મી-પપ્પા, હું જાવ છું’ કહી ડોક્ટરનું ભણતી ગુજરાતી દીકરીએ નવમાં માળેથી લગાવી મોતની છલાંગ ‘ઓમ શાંતિ’

આપઘાતના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. આજકાલ નજીવી બાબતે લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ ગાંધીનગર(Gandhinagar) GMERS મેડિકલ કોલેજ (GMERS Medical College)ની 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યાના સમાચાર મળી આવ્યા છે. આસ્થા પંચાસર નામની યુવતી ગર્લ્સ હોસ્ટેલ (Girls Hostel)માં રહી એમબીબીએસ (MBBS)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી મોત વહાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

ધાબા પરથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું:
મળતી માહિતી અનુસાર, 20 વર્ષીય આસ્થા સંજયભાઈ પંચાસર ગાંધીનગર મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે બીજા વર્ષની તેની રિપીટરની પરીક્ષા હતી. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી આસ્થાએ આજે સવારના સમયે હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં અન્ય મેડિકલની સ્ટુડન્ટ્સ સહિતના લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી:
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આજે આસ્થાની રિપીટરની પરીક્ષા હતી. તેનાં માતા-પિતા યુએઈમાં રહે છે. જયારે તેના દાદા વસંતભાઈ અને કાકા કાકી ગાંધીનગર સેક્ટર-5 બીમાં રહે છે. આસ્થાની રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. એમાં માતા-પિતાને સંબોધી લખેલું છે કે, ‘મમ્મી-પપ્પા, સોરી, ભણવાના લીધે મેં આ પગલું ભર્યું છે. હું જાઉં છું.’ હાલમાં મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.

આસ્થાનો ગત 14મી એપ્રિલે જન્મદિવસ હતો:
આસ્થાનો ગત 14મી એપ્રિલે જન્મદિવસ હતો. તેને બીજા વર્ષની પરીક્ષામાં એટીકેટી આવી હતી. એની તે હાલમાં પરીક્ષા આપી રહી હતી. ગઈકાલે પણ આસ્થાનું પેપર ખરાબ ગયું હતું, જે અંગે તેણે તેના દાદા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રડવા લાગી હતી. જેથી દાદા વસંતભાઈએ તેને સાંત્વના પણ આપી હતી. જ્યારે તેના કાકાએ પણ ફોન કરીને જમવાનું આપી જવાની વાત કરતાં આસ્થાએ કેન્ટીનમાં જમી લઈશ એમ જણાવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આસ્થાએ ધોરણ 1થી 10 સુધીનો અભ્યાસ દુબઈમાં કર્યો છે. તેને એક દસ વર્ષનો ભાઈ પણ છે, જે તેનાં માતા-પિતા સાથે દુબઈમાં રહે છે. ધોરણ 12ના અભ્યાસ પછી એનઆરઆઈ ક્વોટામાં તેણે એમબીબીએસમાં એડમિશન લીધું હતું. આસ્થા ગર્લ્સ હોસ્ટેલના નવમા માળે રહેતી હતી. તેણે સુસાઇડ નોટ લખીને આશરે આઠેક વાગ્યાના અરસામાં નવમા માળના ધાબા પરથી પડતું મૂક્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *