હાલમાં પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે. પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, આવું તમે કદાચ સ્વપ્નેય નહી વિચાર્યું હોય. પરંતુ, સામાન્ય માણસના વિચારોથી વિપરિત હવે એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે. જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો મતલબ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા ભજવશે.
જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની કરી રહેલા હિરોમિત્સૂ નકોચી નામના વૈજ્ઞાનિકને હવે સરકાર દ્વારા જાનવરોમાં માનુષ્યનો ગર્ભ વિકસિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે ત્યાંની સરકાર દ્વારા આર્થિક સહાય અને અન્ય જરૂરી સુવિધા પણ આપવામાં આવશે. વૈજ્ઞાનિકો પહેલા ઉંદરના એંબ્રિયોમાં માનવ કોશિકા વિકસાવવાની યોજના બનાવી રહ્યાં છે. ત્યારબાદ એંબ્રિયોને કોઈ પશુના ગર્ભમાં પ્રત્યાપિત કરી દેવામાં આવશે. અહીં વૈજ્ઞાનિકોનો હેતું જાનવરોની કૂખેથી બાળક પેદા કરવાનો છે. જેના અંગો અને શરીરની બનાવટ માણસો જેવી હોય જેથી જરૂરિયાત પડવા પર જરૂરિયાતમંદ માણસોમાં ટ્રાંસપ્લાંટ કરી શકાય.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જાપાનના વૈજ્ઞાનિકે આ યોજનાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. યોજના મુજબ શરૂઆતના તબક્કામાં ઉંદરના ગર્ભાશયથી માનવ કોશિકાઓ વિકસિત કરવામાં આવશે. ત્યારબાદ તેને કોઈ સેરોગેટ જાનવરોમાં ટ્રાંસપ્લાંટ કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle