કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને ફરી એકવાર એક વૃદ્ધે આ સાબિત કરી બતાવ્યું હતું. રાજસ્થાન(Rajasthan)ના સરદારગઢ(Sardargarh)ના એક રહેવાસી 77 વર્ષીય હુકુમદાસ વૈષ્ણવે (Hookumdas Vaishnava) આ સાબિત કરી બતાવ્યું હતું. મળતા અહેવાલ અનુસાર હુકુમદાસ બે-બે સરકારી વિભાગમાં કામ કરી ચૂક્યા છે.
હુકુમદાસ વૈશવ સાથે જોડાયેલી સૌથી મહત્વની વાત એ છે કે તેમણે 57માં પ્રયાસમાં 10મીની પરીક્ષા પાસ કરી હતી. હુકુમદાસ વૈશવએ 56 વખત નિષ્ફળ જવા છતાં પણ હાર માની ન હતી. મંગળવારે હુકુમદાસે સ્ટેટ ઓપનમાંથી 12માની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું.
હુકુમદાસની યાત્રા પ્રેરણાદાયી છે:
હુકુમદાસનો જન્મ જાલોરના સરદારગઢમાં 1945માં થયો હતો. તેણે ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ તીખી ગામમાંથી મેળવ્યું હતું. પ્રથમ તેણે 1962માં મોકલસરથી 10માની પરીક્ષા આપી હતી. તેના મિત્રોએ શરત પણ લગાવી હતી કે તે ક્યારેય પાસ નહીં થઈ શકે. હુકુમદાસે સોગંદ ખાધા કે ગમે તે થાય હું દસમું પાસ કરીને બતાવીશ.
પહેલીવાર 10માં નાપાસ થયા પછી સરકારી નોકરી મળી:
હુકુમદાસ પહેલા પ્રયાસમાં 10મું પાસ ન કરી શક્યા પરંતુ 18 વર્ષની ઉંમરે તેમને સરકારી નોકરી મળી ગઈ હતી. ગ્રાઉન્ડ વોટર ઓફિસમાં ચોથી કેટેગરીની નોકરી માટે સાક્ષર હોવું ફરજિયાત હતું અને હુકુમદાસ ફક્ત 8મું પાસ હતા. હુકુમદાસે નોકરીની સાથે ખાનગી પરીક્ષાઓ પણ આપવાનું શરૂ કર્યું હતું. તેમનો વિભાગ બદલાઈ ગયો અને તેને તિજોરીમાં નોકરી મળી ગઈ હતી. હુકુમદાસ પણ 2005માં 60 વર્ષની વયે નિવૃત્ત થયા અને ત્યાં સુધીમાં તેઓ 43 વખત 10માની પરીક્ષા આપી ચૂક્યા હતા.
2010 સુધી, તેણે માધ્યમિક પરીક્ષા બોર્ડમાંથી 48 વખત ખાનગી પરીક્ષા આપી હતી પરંતુ પાસ થઈ શક્યા ન હતા. 2011માં તેણે સ્ટેટ ઓપનમાંથી એડમિશન લીધું અને 8 વર્ષ પછી 2019માં તેણે સેકન્ડ ડિવિઝનમાંથી 10મું પાસ કર્યું હતું. હુકુમદાસ હવે 12મું પાસ કરવાની તૈયારી કરી રહ્યા છે અને તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.