પતિના મૃત્યુની ગણતરીની સેકેંડમાં જ માતા અને 22 વર્ષીય દીકરીએ ટુકાવ્યું જીવન

પત્ની, પતિના મોતથી એટલી પરેશાન થઇ હતી કે, પતિના અંતિમ સંસ્કાર માંથી પાછા ફર્યા બાદ પોતાની 22 વર્ષની પુત્રી સાથે ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની છે.

માહિતી મુજબ, થોડા દિવસો પહેલા 62 વર્ષીય શખ્સને કોરના પોઝીટીવ આવ્યો હતો. કલ્યાણી પોલીસ સ્ટેશન ની નજીક આવેલી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં રવિવારના રોજ સવારે તેમનું મોત થયું હતું.

કોવિડ નિયમોનું પાલન કર્યા બાદ, તે વિસ્તારના લોકો અને વહીવટીતંત્રે અંતિમ સંસ્કાર માટે બાબુલ દાસની લાશ લાવ્યા હતા. પતિના અંતિમ સંસ્કાર બાદ પત્ની અને પુત્રી ઘરે ફર્યા, ત્યારબાદ જ્યારે પડોશીઓએ તેમના ઘરે અવાજ કર્યો ત્યારે કોઇ હલચલ થઇ ન હતી એ પછી શોધખોળ કરતા મૃતકની પત્ની અને પુત્રીની લાશ ઘરમાંથી મળી આવી.

જ્યારે પડોશીઓએ પોલીસને ફોન કર્યો ત્યારે કલ્યાણી પોલીસ સ્ટેશનથી પોલીસકર્મીનો પોહચી ગયા હતા. કલ્યાણી પોલીસ સ્ટેશનની પોલીસે લાશ બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગયા. લાશની ઓળખ 42 વર્ષીય દીપા દાસ તેમજ પુત્રી 22 વર્ષીય જયા દાસ તરીકે થઈ હતી. ત્રણેય લોકો એક સાથે રહેતા હતા.

સ્થાનિકોનું માનવું છે કે માતા-પુત્રીએ આત્મહત્યા કરી કારણ કે તેઓ પતિ અને પુત્રીએ પિતા ગુમાવ્યા હતા.હવે સ્થાનિક પોલીસે આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે. તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું માતા-પુત્રીએ આઘાતને કારણે આત્મહત્યા કરી છે કે મૃત્યુનું બીજું કોઈ કારણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *