ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરતમાં1.28 લાખના ડ્રગ્સ સાથે પતી-પત્નીની ધરપકડ

Drugs worth 1.28 lakh seized in surat: સુરતમાં ફરી એક વખત રાંદેર વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપી પાડયો છે. સુરતમાં હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે MD ડ્રગ્સનો વેપલો કરવાના ઈરાદે મુંબઈથી ડ્રગ્સ લાવવામાં આવતું હતું. ત્યારે રાંદેર પોલીસે પતિ-પત્નિને 1.28 લાખના ડ્રગ્સના(Drugs worth 1.28 lakh seized in surat) જથ્થા સાથે ઘરમાંથી જ ઝડપી પાડયા હતા. રાંદેર પોલીસે સુરતની એક મહિલા સહિત મુંબઈના બે મળી ત્રણને વોન્ટેડ જાહેર કરી કુલ 1.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે દંપતિની ધરપકડ કરી
સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે રાંદેર તાડવાડી ગોમતીનગર મ.નં-બી 22 ખાતે અયુબખાન પઠાણ તથા તેની પત્ની ફરઝાના પઠાણ ડ્રગ્સ વેચવા માટે લાવે છે. પોલીસે બાતમીના આધારે રેઈડ કરીને આરોપી ગેરેજમાં કામ કરતા અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ (ઉં.વ.58) અને તેની પત્ની ફરઝાનાબીબી (ઉં.વ.48)ની ધરપકડ કરી હતી.

1.99 લાખનો મુદ્દામાલ કબજે
દંપતિ ડ્રગ્સનો જથ્થો મીરા રોડ મુંબઈ ખાતે રહેતા દિલીપ ઉર્ફે ટકલો અને જુબેદાખાતુન મેમણની પાસેથી લાવતા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે ડ્રગ્સનો વેપલો કરવામાં મદદ કરનાર સુરતના તરવાડી વિસ્તારમાં જ રહેતા સહ આરોપી તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાનને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે દંપતિ પાસેથી 1.28 લાખનું 12.89 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, રોકડા 2 હજાર, પાંચ મોબાઈલ ફોન તથા આરોપીના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને વાહનોના પુરાવા સહિત કુલ 1.99 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અવાવરૂ જગ્યાઓને ટાર્ગેટ કરી કરતા વેપલો
પોલીસે ઝડપી પડેલ આરોપી દંપતિની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દંપતિ તથા વોન્ટેડ મહિલા આરોપી તબસુમ ઉર્ફે તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવવા માટે મુંબઈના વોન્ટેડ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. જે પોતાના ઘરે સંતાડી રાખતા હતા. તેમાંથી અમુક જથ્થો લઈ પોતાની ફોર વ્હીલ ગાડી મારફતે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરી અવાવરૂ જગ્યાઓને ટાર્ગેટ બનાવી ડ્રગ્સનો વેપલો કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *