સુરતના ત્રાપસિયા પરિવારની નુતન પહેલ… લગ્ન કંકોત્રીના અલગ-અલગ પેજ પર છપાવ્યા અનોખા સામાજિક સંદેશ- જોઈને તમે પણ બોલી ઉઠશો ‘વાહ’

દેવ દિવાળીના બીજા દિવસે 24મી નવેમ્બર થી સમાજમાં લગ્ન સરા શરૂ થઈ ગયા છે ત્યારે દરેક પરિવાર પોતાના આંગણે આવેલા પ્રસંગોમાં ખૂબ સારી રીતે દિપાવવા માટે પ્રયાસો કરતા હોય છે પરંતુ મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના ડેરી પીપરિયા ગામના ત્રાપસિયા પરિવારમાં વિઠ્ઠલભાઈના પુત્ર ભૌતિક ના લગ્ન પ્રસંગે લગ્ન આમંત્રણ પત્રિકામાં સપ્તપદીના સાત વચનની(Lagna Pratika A message of social change) સાથે સાથે સામાજિક જન જાગૃતિ માટેના વચનો દ્વારા સગા સ્નેહી સંબંધીઓ અને લગ્નમાં આવનાર દરેક વ્યક્તિ જાગૃત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરતના નવયુગલ ની લગ્ન કંકોત્રીમાં રાષ્ટ્ર પ્રેમ સામે આવ્યો છે.(Lagna Pratika A message of social change) લગ્ન પ્રતિકા તિરંગા થીમમાં બનાવવામાં આવી છે. લગ્ન પત્રિકા માં સરદાર પટેલ તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ સામાજિક બદલાવનો સંદેશો આપે છે… વૃક્ષ વાવો, ટ્રાફિક નિયમો, વ્યસન, વ્યાજખોરો, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, રાષ્ટ્ર માટે વફાદારી વગેરે આમંત્રણ પત્રિકામાં છે. કંકોત્રીના પેજ પર “કર ભલા હો ભલા” ના સંકલ્પ સાથે વ્યસન મુક્તિ (JUST SAY NO TO DRUGS)ના સંદેશો છપાવ્યા છે.

સમાજ સપ્તપદીના સાત વચ્ચેનો:(Lagna Pratika A message of social change)

સાત વચનો પહેલું વચન વૃક્ષ વાવીએ અને વવડાવીએ.
બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ.
ત્રીજું વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહી અને બીજાને દૂર રાખે.

ચોથુ લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ.
પાંચમું રક્તદાન કરીએ અને કરાવ્યા.
છઠ્ઠું ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરી.
સાતમાં વચનમાં સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ.

કંકોત્રીના દરેક પેજ પર અલગ અલગ સંદેશાઓ:

સુરક્ષિત ભારત અને સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપ્યો છે યુવા પેઢી જરૂરિયાત કરતા વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે તેને પણ એક સંદેશ આપ્યો છે કે, હું વધારેમાં વધારે સમય મારા ધંધા રોજગાર ઉપરાંત પરિવાર સમાજ સેવા અને રાષ્ટ્ર માટે આપીશ મોબાઇલમાં સમય બગાડીશ નહીં. દીકરીઓ માટે પણ સંદેશો આપ્યો છે કે, હું મારા માતા પિતા ની મરજી વિરુદ્ધ લગ્ન નહીં કરું જેવા અનેક સંદેશાઓ એક લગ્ન પત્રિકામાં અપાયા છે.(Lagna Pratika A message of social change)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *