એક જ ચિતા પર પતી-પત્નીના અંતિમ સંસ્કાર થતા રડી પડ્યું આખું ગામ, સાર્થક કરી સાથે જીવવા-મરવાની સોગંધ

મધ્યપ્રદેશમાં બનેલા સીધી જિલ્લાના માર્ગ અકસ્માતની ઘટનામાં આજ સુધીમાં કુલ 51 લોકોનું મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં એક પતિ-પત્નીનું પણ કરુણ મોત થયું હતું. થોડા સમય પહેલા જ આ યુગલના લગ્ન થયા હતા. અને બંને દંપતી આ અકસ્માતનો ભોગ બનતા મોતને ભેટ્યા હતા.

સીધી જિલ્લાના દેવરીમાં રહેતા અજય, કે જેમની ઉંમર 25 વર્ષ છે અને તેની પત્ની તપસ્યાની ઉંમર 23 વર્ષ હતી. બંને સીધીમાં એક જ રૂમમાં રહેતા હતા. બંનેના 8 મહિના પહેલા લગ્ન થયાં હતાં. અજય તેની પત્ની તપસ્યાને લઈને એએનએમ ની પરીક્ષા માટે સતના લઇ જતો હતો. અજય, તપસ્યાને ઊંચું ભણાવીને આગળ વધારવા માંગતો હતો.

મળતી માહિતી મુજબ, તેમનો પરિવાર ઘટના સ્થળે આવ્યો અને બંનેના મૃતદેહની ખુબ જ શોધખોળ કરી હતી. અનેક પ્રયાસો બાદ તપસ્યાનો મૃતદેહ બપોરે 3 વાગ્યે અને અજયનો સાંજે 5 વાગ્યે મળ્યો હતો. લગભગ 10 વાગ્યે પોસ્ટમોર્ટમ કર્યાબાદ બંનેના મૃતદેહને દેવરી પહોચાડવામાં આવ્યા હતા.

પરંતુ કહેવાય છે ને ‘દાજ્યા પર ડામ દેવો!’, તેવું જ કઈક અજયના પિતા સાથે બન્યું. જ્યારે આ ઘટના બની ત્યારે અજયના પિતા ગુજરાતમાં હતા અને તેમણે પરત ફરતા અંદાજે 3 દિવસનો સમય લાગે તેમ હતું. અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ આટલા સમય સુધી મૃતદેહને રોકી ન શકાય. તેથી બંનેના મૃતદેહને રીવાજ મુજબ મુખાગ્ની આપવામાં આવી હતી.

બંનેએ સાથે જીવવા અને મારવાનું વચન આપ્યું હતું, અંતે સાથે જ દમ તોડ્યો. આવી હૃદયદ્રાવક ઘટના પછી આખા ગામમાં સન્નાટો છવાય ગયો હતો. ગામમાં દરેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. બુધવારના રોજ આ દંપતીની ચિતાને એક સાથે જ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *