પ્રેમ લગ્નમાં દગો મળતા, યુવતી ખુબ પછતાઈ! રડતા-રડતા માતા-પિતાને કહ્યું, માફ કરજો! તમારી વાત ન માની…

આજકાલ અવનવી ઘટનાઓ ઘટી રહી છે. જેમાં એક ઘટના એવી બની છે જે વાંચીને તમે પણ અચંબિત થઇ જશો. એક યુવતીએ પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ…

આજકાલ અવનવી ઘટનાઓ ઘટી રહી છે. જેમાં એક ઘટના એવી બની છે જે વાંચીને તમે પણ અચંબિત થઇ જશો. એક યુવતીએ પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એક યુવક સાથે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ યુવક લગ્ન કર્યા બાદ તેને પોતાના ઘરે લઇ જતો નહોતો. તે ઉપરાંત યુવકે 50 લાખ રૂપિયાની માંગ પણ યુવતી પાસે કરી અને આવી રીતે જ ત્રાસ વર્તાવતો હતો. પોતાના પ્રેમીના આવા દગા અને ત્રાસથી કંટાળીને છેલ્લે યુવતીએ પંખાથી લટકીને પોતાના જીવનને ટુકાવ્યું હતું.

આત્મહત્યા કરતા પહેલા યુવતીએ પોતાની માતાના નામે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તે કહે છે કે, “તેણે હંમેશા પોતાના માતા-પિતાનો સાથ ન આપીને તેના પ્રેમીનો જ સાથ આપ્યો હતો. અને લગ્ન થઈ ગયા હોવા છતાં હવે તેને પોતાના ઘરે લઇ જતો નથી. પોતાના પ્રેમી પર ભરોસો કરીને તેણે બહુ મોટી ભૂલ કરી છે અને તેથી તે જીવતી રેહવા માંગતી નથી.”

સુત્રો અનુસાર, આત્મહત્યા કરનાર યુવતીનું નામ અનુરાધા હતું અને તે બીએનો અભ્યાસ કરતી હતી. તે 20 વર્ષની હતી.અને તેના પ્રેમીનું નામ રાહુલ હતું. અનુરાધાને ત્રણ ભાઈ-બહેન છે અને તે ઘરમાં સૌથી નાની હતી. તેના માતા-પિતા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા. આ સમયે અનુરાધા ઘરમાં એકલી હોવાના લીધે તેણે પોતાનો એક વિડીયો ઉતાર્યો અને પછી પોતે પંખાથી લટકી પોતાનો જીવ આપી દીધો.

અનુરાધાનો વાયરલ વિડીયો જોતા જ લોકોએ શનિવારે સાંજે ત્રણ કલાક આક્રોશ વ્યક્ત કર્યો અને યુવકની ધરપકડ કરવા માટે માંગ કરી હતી. લોકોના આવા જબરદસ્ત આક્રોશથી પોલીસે રાહુલ અને તેની માતાની ધરપકડ હતી. લોકોના કહેવા મુજબ, અનુરાધા, રાહુલને પ્રેમ કરતી હતી. ભિન્ન જ્ઞાતિમાં રાહુલે લગ્ન કર્યા હોવાથી તેના પરિવારના લોકો અનુરાધાને સ્વીકારતા નહોતા. તેથી અનુરાધા પોતાના પિયરમાં જ રહેતી હતી. રાહુલ, અનુરાધા પાસે 50 લાખ રૂપિયા માટે પણ દબાણ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *