નિષ્ઠુર મા-દીકરાએ મળીને પિતાને ઢોર માર મારી સાતમાં માળેથી નીચે ફેંકી દીધા- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

આજકાલ એક પછી એક હત્યાના(Murder) કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ મુંબઈથી(Mumbai) એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. આ ઘટનામાં મળેલી માહિતી…

આજકાલ એક પછી એક હત્યાના(Murder) કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ મુંબઈથી(Mumbai) એક હૃદયદ્રાવક ઘટનાના સમાચાર મળી આવ્યા છે. આ ઘટનામાં મળેલી માહિતી મુજબ એક વ્યક્તિને પહેલા તેની નિષ્ઠુર પત્ની અને પુત્રએ મળીને ખૂબ માર માર્યો અને પછી તેને સાતમા માળેથી નીચે ફેંકી દીધો હતો, અને પતિનું દર્દનાક મોત થયું હતું. જાણવા મળ્યું છે કે, હત્યાનું આ ઘૃણાસ્પદ કૃત્ય એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પિતા તેના પુત્રને ન્યુઝીલેન્ડ(New Zealand) ભણવા જવા માટે પૈસા આપતા ન હતા.

એક રીપોર્ટ અનુસાર આ ઘટના મુંબઈના અંબોલી વિસ્તારમાં બની હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી માતા-પુત્રની ધરપકડ કરી હોવાનું જણાયું છે. આરોપી માતા-પુત્રએ પહેલા યુવકને ઢોર માર મારવાની કોશિશ કરી, પરંતુ જ્યારે તેનું મોત ન થયું તો બંનેએ તેને બિલ્ડિંગના સાતમા માળેથી નીચે ફેંકી દીધો. મૃતકની ઉંમર 55 વર્ષની હતી.

અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારી રઉફ શેખના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન બેડરૂમમાં લોહીના ડાઘા મળ્યા હતા. કેટલાક કપડાં પર પણ લોહી હતું. પૂછપરછ દરમિયાન મૃતકની પત્ની જયશીલાએ જણાવ્યું કે તેના પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા પણ તેણે બે વાર આવું કર્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. સંતોષ અલગ રૂમમાં રહેતો હતો. તેની પત્ની અને પુત્ર અલગ રહેતા હતા. ઘરમાં રોજબરોજના ઝઘડાઓને કારણે તેમની વચ્ચે કઈ બરાબર ચાલતું ન હતું.

એવું કહેવામાં આવે છે કે, માતા અને પુત્રએ વહેલી સવારે ચાર વાગ્યે તેને મારવાનું શરૂ કર્યું. માતા-પુત્રએ પણ તેને આત્મહત્યા જેવો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના પિતા વારંવાર આત્મહત્યાની ધમકી આપતા હતા. પરંતુ પોલીસને સાચી ખબર પડતા જ આરોપી માતા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *